Home / Sports / Hindi : Suryakumar Yadav became first player to achieve this feat in IPL

સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, IPLમાં આ કારનામું કરનાર પહેલો ખેલાડી બન્યો

સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, IPLમાં આ કારનામું કરનાર પહેલો ખેલાડી બન્યો

મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ IPLની વધુ એક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે. આમ તો મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ IPL 2025ની શરૂઆતમાં નબળું પ્રદર્શન કર્યું હતું, જોકે ત્યારબાદ સૂર્યકુમાર યાદવના મહત્ત્વપૂર્ણ યોગદાન બાદ ટીમ પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ થઈ છે. આ સાથે સૂર્યાએ એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. તેણે T20 ક્રિકેટમાં સતત સૌથી વધુ મેચોમાં 25 અથવા તેનાથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૂર્યાએ ઈતિહાસ રચ્યો

MI અને PBKS વચ્ચે રમાયેલી મેચમાં સૂર્યકુમારે ચોગ્ગો ફટકારી 25 રન પાર કરતા જ તેના નામે નવો રેકોર્ડ નોંધાયો છે. છઠ્ઠી ઓવરમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવેલા સૂર્યાએ આવતાની સાથે જ ચોગ્ગા ફટકારવાના શરૂ કરી દીધા હતા. તેણે 9મી ઓવરના છેલ્લા બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો, જેના કારણે તે 22 રનથી સીધો 26 રન પર પહોંચી ગયો હતો. આ ચોગ્ગાની સાથે જ સૂર્યાએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સતત 14મી મેચમાં 25 કે તેથી વધુ રન ફટકારી ઈતિહાસ નોંધાવ્યો છે. તેણે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ટેમ્બા બાવુમાને પણ પાછળ છોડીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં IPLના ઈતિહાસમાં લીગ સ્ટેજની દરેક મેચમાં પ્રથમવાર કોઈ ખેલાડીએ 25થી વધુ રન બનાવ્યા છે.

સચિનનો પણ તોડ્યો રેકોર્ડ

સૂર્યકુમારે 605 રનનો આંકડો પાર કરી IPLના ઈતિહાસમાં એક સિઝનમાં પોતાના સૌથી વધુ રન બનાવ્યા છે. આ પહેલા સૂર્યાએ IPL 2023માં 605 રન બનાવ્યા હતા, જે તેના કેરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ખાસ વાત એ છે કે, તેણે મુંબઈના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડ્યો છે. સચિને 2010માં 618 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યાએ સચિનને પાછળ છોડી 640 રન પૂરા કરી લીધા છે.

Related News

Icon