Home / Sports / Hindi : The playoffs battles are set In IPL 2025

IPL 2025: ટોપ-2માં પહોંચી RCBએ ગુજરાતની રમત બગાડી,   જાણો પ્લેઓફમાં કઇ ટીમ કોની સામે ટકરાશે

IPL 2025: ટોપ-2માં પહોંચી RCBએ ગુજરાતની રમત બગાડી,   જાણો પ્લેઓફમાં કઇ ટીમ કોની સામે ટકરાશે

IPL 2025ની અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લખનૌ સુપરજાયન્ટ્સને 6 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોપ-2માં જગ્યા બનાવી લીધી છે. આ મેચ સાથે જ પ્લે ઓફના તમામ સમીકરણ સ્પષ્ટ થઇ ગયા છે. પ્લે ઓફ માટે મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સે ક્વોલિફાઇ કર્યું હતું. હવે પ્લે ઓફમાં કઇ ટીમ કોની સામે ટકરાશે તે જાણીયે..

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પંજાબ કિંગ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર

IPL 2025ના પોઇન્ટ ટેબલમાં ટોપ પર 19 પોઇન્ટ સાથે પંજાબ કિંગ્સ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પણ 19 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. પંજાબની રન રેટ સારી છે માટે તે પ્રથમ સ્થાન પર છે. ગુજરાત ટાઇટન્સ 18 પોઇન્ટ સાથે ત્રીજા અને મુંબઇ ઇન્ડિયન્સ 16 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. મહત્ત્વપૂર્ણ છે કે IPLમાં ટોપ-2માં જગ્યા બનાવનારી ટીમને ફાઇનલ રમવા માટે બે તક મળે છે.

IPL 2025માં પ્લેઓફના સમીકરણ

29 મેએ IPLની પ્રથમ ક્વોલિફાયર રમાશે. આ દિવસે ટેબલની બે ટોપ ટીમ એટલે કે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂ ટકરાશે. આ મેચ ચંદીગઢમાં રમાશે. જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચી જશે પરંતુ હારનારી ટીમને વધુ એક તક મળશે.

30 તારીખે ત્રીજા અને ચોથા નંબર પર રહેલી ટીમ વચ્ચે ટક્કર થશે. જે ટીમ હારશે તેની સફર ખતમ થઇ જશે પરંતુ જીતનારી મેચ ક્વોલિફાયર-1ની હારનારી ટીમ સામે વધુ એક મેચ રમશે. આ મેચ 1 જૂને અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ 3 જૂને અમદાવાદમાં જ ફાઇનલ મેચ રમશે.

ક્વોલિફાયર-1    પંજાબ કિંગ્સVs રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ
એલિમિનેટર     ગુજરાત ટાઇટન્સ Vs મુંબઇ ઇન્ડિયન્સ
ક્વોલિફાયર-2    ક્વોલિફાયર-1માં હારનારી ટીમVs એલિમિનેટરમાં જીતનારી ટીમ

 

Related News

Icon