Home / Sports / Hindi : This player was a ball boy in IPL now he is the captain of this team

VIDEO / IPLમાં બોલ બોય હતો આ ખેલાડી, હવે છે ટીમનો કેપ્ટન, જીતી ચૂક્યો છે ટાઈટલ

2008માં જ્યારે IPL શરૂ થઈ ત્યારે તેની ભૂમિકા બોલ બોયની હતી. પરંતુ, IPL 2025 સુધીમાં ઘણું બદલાઈ ગયું હોય છે. તે 13 વર્ષનો છોકરો હવે 30 વર્ષનો છે. તે IPLમાં 3 ટીમોનો કેપ્ટન બની ચૂક્યો છે. અને, તેણે એક ટીમને ચેમ્પિયન પણ બનાવી છે. એટલું જ નહીં, IPLમાં આ સફળતાઓ વચ્ચે, તે ભારત માટે પણ રમી ચૂક્યો છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રેયસ અય્યર વિશે, જેણે એક ઇન્ટરવ્યુમાં બોલ બોય બનવાથી લઈને IPLમાં સફળતાની ઊંચાઈઓ પર પહોંચવા સુધીની પોતાની સફરની વાર્તા કહી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શ્રેયસ અય્યર 2008માં IPL માં બોલ બોય હતો

શ્રેયસ અય્યરે જણાવ્યું કે, તે 2008માં IPLમાં RCB અને MI વચ્ચે રમાયેલી મેચમાં બોલ બોય હતો. તે દરમિયાન તે તેના ફેવરિટ ક્રિકેટર રોસ ટેલરને પણ મળ્યો હતો. અય્યરે કહ્યું કે ટેલર તે પહેલો IPL ખેલાડી હતો જેને તે મળ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તે સમયે તે ખૂબ જ શરમાળ સ્વભાવનો હતો. તે ટેલર પાસેથી કઈપણ માંગતા અચકાતો હતો.

દિલ્હી કેપિટલ્સ માટે સતત 7 સિઝન રમ્યો

શ્રેયસ અય્યરે 2015માં IPLમાં ડેબ્યુ કર્યું હતું. તે પહેલીવાર દિલ્હી કેપિટલ્સનો ભાગ બન્યો અને IPL 2021 સુધી આ ટીમ સાથે સંકળાયેલો રહ્યો. આ સમય દરમિયાન તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ બન્યો. શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સ માટે 7 સીઝન રમી હતી, જેમાં તેણે 4 સિઝનમાં 400 કે તેથી વધુ રન બનાવ્યા હતા. આમાં એક વખત 500થી વધુ રનનો આંકડો પણ શામેલ છે. તેણે દિલ્હી કેપિટલ્સને 2020માં ફાઈનલમાં પણ પહોંચાડ્યું હતું. પરંતુ ટીમ ટાઈટલ ન જીતી શકી. 

IPL 2022 માં KKR સાથે જોડાયો, 2024માં ચેમ્પિયન બન્યો

શ્રેયસ અય્યર IPL 2022માં KKR માં જોડાયો હતો અને તેણે આ ફ્રેન્ચાઈઝી માટે પણ પહેલી જ સિઝનમાં પોતાની છાપ છોડી દીધી હતી. તેણે KKR માટે પોતાની ડેબ્યુ સિઝનમાં 14 મેચ રમી હતી જેમાં તેણે 401 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર 2023માં IPL નહતો રમ્યો, પરંતુ 2024માં જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તેણે પોતાની કેપ્ટનશિપ હેઠળ KKRને IPL ટાઈટલ જીતાડ્યું હતું. ખેલાડી અને કેપ્ટન તરીકે આ અય્યરનું પહેલું IPL ટાઈટલ હતું, અને KKRનું ત્રીજું.

પંજાબ કિંગ્સને શ્રેયસ ઐયર પાસેથી ઘણી આશાઓ છે

શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં બે ટીમો સાથે IPLની 9 સીઝન રમી છે. તેણે 116 મેચની 115 ઈનિંગ્સમાં 21 અડધી સદી સાથે કુલ 3,127 રન બનાવ્યા છે. હવે IPL 2025માં, શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સનો કેપ્ટન બન્યો છે. પંજાબ કિંગ્સ એવી ટીમોમાં સામેલ છે જેણે હજુ સુધી IPL ટ્રોફી નથી જીતી. આવી સ્થિતિમાં, KKRને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન પાસેથી આ વખતે પણ ચમત્કારની અપેક્ષા રાખવામાં આવશે.

Related News

Icon