Home / Sports / Hindi : This rule of Super Over has changed in IPL

IPLમાં બદલાઈ ગયો સુપર ઓવરનો આ નિયમ, જાણો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય

IPLમાં બદલાઈ ગયો સુપર ઓવરનો આ નિયમ, જાણો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય

IPLમાં સુપર ઓવરોને લઈને એવો નિયમ એવો રહ્યો છે કે મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઓવર રમવામાં આવશે. પરંતુ આ વખતે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ ગમે તેટલી સુપર હોય, તે એક કલાકમાં પૂર્ણ થવી જોઈએ. વધુમાં સુપર ઓવર દરમિયાન એક અસફળ DRS પણ માન્ય રહેશે. મળતી માહિતી મુજબ, IPL કેપ્ટનો અંગેની બેઠક દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી. IPL 2025 ની નવી સીઝન આજથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. આમાં, KKR ટીમ RCB સાથે ટકરાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 બીજી સુપર ઓવર પૂર્ણ થયાના પાંચ મિનિટની અંદર શરૂ થવી જોઈએ

આઈપીએલ મેચમાં નવા ફેરફારને લગતી માહિતી પ્રકાશમાં આવી છે. જે મુજબ મેચના વિજેતાનો નિર્ણય ન થાય ત્યાં સુધી જરૂરી હોય તેટલી સુપર ઓવર રમાશે, પરંતુ તે એક કલાકની અંદર પૂર્ણ થવી જોઈએ. મુખ્ય મેચ સમાપ્ત થયાની દસ મિનિટની અંદર પ્રથમ સુપર ઓવર શરૂ થવી જોઈએ. જો પહેલી સુપર ઓવર ટાઈ થાય, તો બીજી સુપર ઓવર પૂર્ણ થયાના પાંચ મિનિટની અંદર શરૂ થવી જોઈએ.

સુપર ઓવરમાં બંને ટીમો માટે અસફળ DRS માન્ય રહેશે

માહિતી અનુસાર, જો મેચ રેફરીને લાગે કે એક કલાક પૂરો થવાનો છે તો તે બંને કેપ્ટનોને જાણ કરશે કે ફાઇનલ સુપર ઓવર થશે. મુખ્ય મેચમાં બધા ખેલાડીઓને આપવામાં આવતો ચેતવણીનો સમય અને વધારાનો સમય સુપર ઓવરમાં પણ ચાલુ રહેશે. સુપર ઓવરમાં બંને ટીમો માટે અસફળ DRS માન્ય રહેશે.

ક્યારે રમાય છે સુપર ઓવર?

જ્યારે મેચ દરમિયાન જો બંને ટીમોના સ્કોર બરાબર થાય તો તે મેચનો નિર્ણય સુપર ઓવર થકી લેવામાં આવે છે. આમાં ત્રણ બેટ્સમેનોને બેટિંગ કરવાની તક મળે છે. જો બે બેટ્સમેન આઉટ થઈ જાય તો સુપર ઓવર ત્યાંજ પૂરી થઈ જાય છે. આઈપીએલની પહેલી સુપર ઓવર 2009માં રમાઈ હતી. આ મેચ KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમોએ 150 રન બનાવ્યા. રાજસ્થાને આ મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી.

Related News

Icon