Home / Sports / Hindi : Why was Irfan Pathan not included in the commentary panel of IPL 2025?

IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાં ઇરફાન પઠાણનો સમાવેશ કેમ ના કરાયો? કારણ સામે આવ્યું

IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાં ઇરફાન પઠાણનો સમાવેશ કેમ ના કરાયો? કારણ સામે આવ્યું

IPL 2025ની શરૂઆત 22 માર્ચથી થઇ રહી છે. આ લીગની 18મી સિઝન છે. આ નવી સિઝનના રોમાંચની તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ છે. આ વચ્ચે પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઇરફાન પઠાણને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇરફાન પઠાણ પર પર્સનલ એજન્ડા ચલાવવાનો આરોપ લાગ્યો છે. આ કારણે ઇરફાન પઠાણને IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યા નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, કેટલાક ભારતીય ખેલાડીઓએ ઇરફાન પઠાણ પર આરોપ લગાવ્યો હતો કે તે તેમના પર અંગત કોમેન્ટ કરે છે.માનવામાં આવે છે કે આ ઘટના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાનની છે. આ દરમિયાન ઇરફાન પઠાણે કેટલાક ખેલાડીઓ પર કોમેન્ટ કરી હતી આ કારણે ખેલાડીઓએ ફરિયાદ પણ કરી હતી. આ કારણે ઇરફાન પઠાણને IPLની કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ઇરફાન પઠાણનો નંબર પણ બ્લૉક કરી દીધો

માનવામાં આવે છે કે કેટલાક ખેલાડી ઇરફાન પઠાણની માત્ર કોમેન્ટ જ નહીં પણ એટિટ્યૂડને કારણે પણ ગુસ્સે હતા. BCCIના કેટલાક અધિકારી પણ ઇરફાન પઠાણના વલણને પસંદ કરતા નહતા. આ કારણે એક ખેલાડીએ તો ઇરફાન પઠાણનો નંબર પણ બ્લૉક કરી દીધો હતો. આ પહેલા સંજય માંજરેકરને લઇને પણ કેટલાક ખેલાડીઓએ ફરિયાદ કરી હતી જે બાદ તેને કેટલાક સમય માટે કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

IPL 2025ની કોમેન્ટ્રી પેનલ

અંગ્રેજી- ઇયોન મોર્ગન, શેન વોટસન, માઇકલ ક્લાર્ક, ગ્રીમ સ્મિથ, હર્ષા ભોગલે, નિક નાઇટ, ડેની મોરિસન, ઇયાન બિશપ, એલન વિલ્કિંસ, ડેરેન ગંગા, નતાલી જર્મનોસ, રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન, દીપ દાસગુપ્તા, એરોન ફિન્ચ, વરૂણ એરોન, સાઇમન ડૂલ, પોમી એમબાંગ્વા, અંજુમ ચોપડા, કેટી માર્ટિન, ડબલ્યૂ વી રમન અને મુરલી કાર્તિક, માર્ક બાઉચર,એબીડી વિલિયર્સ

હિન્દી- આકાશ ચોપરા, સંજય માંજરેકર, સુનીલ ગાવસ્કર, નવજોત સિંહ સિદ્ધૂ, શિખર ધવન, હરભજન સિંહ, અનિલ કુંબલે, સુરેશ રૈના, આરપી સિંહ, સંજય બાંગર, વરૂણ એરોન, અજય જાડેજા, પ્રજ્ઞાન ઓઝા, વિરેન્દ્ર સહેવાગ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોહમ્મદ કૈફ, પીયૂષ ચાવલા

 

Related News

Icon