Gujarat Titans અને Rajasthan Royals વચ્ચેની મેચ બુધવાર, 9 એપ્રિલના રોજ રમાઈ હતી. GT એ આ મેચ 58 રનથી જીતી હતી. GTના બેટ્સમેન ઉપરાંત બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું અને RRને તેમના હોમ ગ્રાઉન્ડમાં મેચ હરાવીહતી. GT તરફથી Rashid Khanનો શોટ અને Yashasvi Jaiswal દ્વારા લેવાયેલો કેચ ચર્ચાનો વિષય હતો. આ મેચમાં Rashid એ નો લુક શોટ રમ્યો. આ પછી, Jaiswal એ હવામાં ડાઈવ મારી અને એક શાનદાર કેચ ઝડપ્યો, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
Jaiswalનો શાનદાર કેચ
GTની ઈનિંગની 19મી ઓવરના છેલ્લા બોલનો છે, જ્યારે Rashid માટે બેટિંગ કરી રહ્યો હતો. તેણે તુષાર દેશપાંડેની બોલિંગ પર નો-લુક શોટ રમ્યો. જોકે, બોલ અને બેટ વચ્ચે સારો સંપર્ક નહતો થયો. આ કારણે, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જવાને બદલે 30 યાર્ડના સર્કલમાં જ રહ્યો. આ પછી, Yashasvi Jaiswal એ ચિત્તાની જેમ કૂદીને કેચ ઝડપી લીધો અને Rashidને પવેલિયન પાછો મોકલ્યો. Rashid 4 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
બોલિંગમાં 2 વિકેટ લીધી
Rashid Khan પોતાની બેટિંગથી કઈ ખાસ ન કરી શક્યો. પરંતુ જ્યારે બોલિંગનો વારો આવ્યો ત્યારે સ્પિનરે 2 વિકેટ લીધી. તેણે ધ્રુવ જુરેલ અને શુભમ દુબેને નિશાન બનાવ્યા હતા. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 37 રન આપ્યા હતા.
GT એ મેચ જીતી લીધી
પ્રથમ બેટિંગ કરતા GT એ 20 ઓવરમાં 217 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 53 બોલમાં 82 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જોસ બટલરે 25 બોલમાં 36 રન અને શાહરૂખ ખાને 20 બોલમાં 36 રન બનાવ્યા હતા, જેના જવાબમાં RR 19.2 ઓવરમાં 159/10 જ બનાવી શક્યું હતું. ટીમ તરફથી શિમરોન હેટમાયરે સૌથી વધુ 32 બોલમાં 52 રન બનાવ્યા હતા.