
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાની હેઠળ હાઈબ્રિડ મોડેલમાં રમવાની છે. ટૂર્નામેન્ટની મેચ પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, રાવલપિંડી, કરાચી) અને દુબઈમાં યોજાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે.
ઈનામી રકમમાં બમ્પર વધારો
હવે ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને 2.24 મિલિયન ડોલર (લગભગ 19.46 કરોડ રૂપિયા) મળશે. રનર-અપ ટીમને 1.12 મિલિયન ડોલર (લગભગ 9.73 કરોડ રૂપિયા) મળશે. જયારે સેમીફાઈનલમાં હારનારી બંને ટીમોને 5,60,000 ડોલર (આશરે 4.86 કરોડ રૂપિયા) મળશે.
https://twitter.com/ICC/status/1890280627557265846
ચેમ્પિયન્સ ટ્રોફીમાં દરેક મેચ મહત્ત્વની રહેશે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને 34, 000 ડોલર (લગભગ 29.53 લાખ રૂપિયા) મળશે. જ્યારે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને 3,50,000 ડોલર (લગભગ 3.04 કરોડ રૂપિયા) ની સમાન રકમ મળશે. જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને 1,40,000 ડોલર (લગભગ 1.22 કરોડ રૂપિયા) ની સમાન રકમ મળશે. આ ઉપરાંત, આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને 1,25,000 ડોલર (લગભગ 1.09 કરોડ રૂપિયા) ગેરંટી મની આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં ICC કુલ 6.9 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા) ની ઈનામી રકમનું વિતરણ કરશે. આ 2017 કરતા 53 ટકા વધુ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ
- વિજેતા ટીમ: 2.24 મિલિયન ડોલર (લગભગ 19.46 કરોડ રૂપિયા)
- રનર-અપ: 1.12 મિલિયન ડોલર (લગભગ 9.73 કરોડ રૂપિયા)
- સેમી-ફાઈનલિસ્ટ: 5,60,000 ડોલર (લગભગ 4.86 કરોડ રૂપિયા)
- પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમો: 3,50,000 ડોલર (લગભગ 3.04 કરોડ રૂપિયા)
- સાતમા કે આઠમા ક્રમે રહેલી ટીમ: 1,40,000 ડોલર (લગભગ 1.22 કરોડ રૂપિયા)
- ગ્રુપ સ્ટેજમાં જીતવા પર: 34, 000 ડોલર (લગભગ 29.53 લાખ રૂપિયા)
- ગેરંટી મની: 1,25,000 ડોલર (લગભગ 1.09 કરોડ રૂપિયા)