Home / Sports : IND vs PAK: Indian team's brilliant victory against Pakistan in the Champions Trophy

IND vs PAK: ચક દે ઇન્ડિયા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે શાનદાર વિજય

IND vs PAK: ચક દે ઇન્ડિયા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે શાનદાર વિજય

IND vs PAK: Champions Trophy 2025માં આજે India vs Pakistanની હાઇવૉલ્ટેજ મેચમાં ભારતીય ટીમની શાનદાર જીત થઇ છે. Dubaiના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. બંને દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાથના કરવામાં આવી હતી. મેચ અગાઉ સુરક્ષાથી લઈને તમામ નાની મોટી તૈયારી કરી લેવામાં આવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થયો હતો. આ મેચમાં પાકિસ્તાની ટીમને છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી હતો, જેણે અણનમ સદી ફટકારી હતી.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે (23 ફેબ્રુઆરી) ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી હતો, જેણે અણનમ સદી ફટકારી હતી. કોહલીએ ખુશદિલ શાહની બોલિંગમાં ફોર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. અને ભારતને જીત તરફ દોરી ગયું. કોહલીએ 111 બોલમાં સાત ચોગ્ગા સહિત અણનમ 100 રન બનાવ્યા.

ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાની ટીમ શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ભારતીય ટીમ આ મેચ જીતીને સેમિફાઇનલ માટેનો પોતાનો દાવો મજબૂત કરવા માંગશે.

લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત સારી રહી. ભારતને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો જ્યારે કેપ્ટન રોહિત શર્મા શાહીન આફ્રિદીના શાનદાર બોલથી બોલ્ડ થઈ ગયો. રોહિતે 15 બોલમાં 20 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 31 રન હતો. અહીંથી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ સાથે મળીને ઇનિંગ્સની કમાન સંભાળી. કોહલી અને શુભમન વચ્ચે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ. લેગ-સ્પિનર ​​અબરાર અહેમદે શુભમન ગિલને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો. ગિલે ૫૨ બોલમાં 46 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે.

ગિલ આઉટ થયા પછી શ્રેયસ ઐયરે વિરાટ કોહલી સાથે જવાબદારી સંભાળી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 114 રનની શાનદાર સદીની ભાગીદારી થઈ. આ દરમિયાન કોહલીએ 62 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. શ્રેયસ ઐયરે પણ 63 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. શ્રેયસ 56 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસે તેની 67 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. શ્રેયસને ખુશીદલ શાહના બોલ પર ઇમામ ઉલ હકે કેચ આઉટ કરાવ્યો. શ્રેયસ બીજો ખેલાડી હતો જે આઉટ થયો, હાર્દિક પંડ્યા (8) સસ્તામાં આઉટ થયો.

પાકિસ્તાન 241 પર ઓલઆઉટ

પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. 

રવિન્દ્ર જાડેજાએ વિકેટ ઝડપ્યા બાદ જબરદસ્ત કેચ પકડ્યો

રવિન્દ્ર જાડેજાએ પોતાની છઠ્ઠી ઓવરના પહેલા જ બોલે તાહિરને બોલ્ડ કર્યો હતો. ભારતે 15 રનના ગાળામાં પાકિસ્તાનની ત્રણ મહત્વની વિકેટ ઝડપી લીધી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 150 રન હતો જે થોડા જ વખતમાં 165/5 થઈ ગયો હતો. ત્યાર બાદ કુલદીપ યાદવની બોલિંગ દરમિયાન તેણે સલમાન આગાનો શાનદાર કેચ પકડ્યો હતો અને પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ ખેરવવામાં પણ યોગદાન આપ્યું હતું.

હાર્દિક પંડ્યા ફરી ત્રાટક્યો, અક્ષરે રનઆઉટ બાદ હવે કેચ ઝડપ્યો

અગાઉ હાર્દિક પંડ્યાની બોલિંગમાં હર્ષિત રાણાએ રિઝવાનનો કેચ પાડ્યો હતો. જો કે ત્યાર પછી અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો. ત્યાર પછી અક્ષર પટેલની બોલિંગમાં જ સઉદ શકીલનો કેચ કુલદીપ યાદવે છોડ્યો હતો. બાદમાં હાર્દિક પંડ્યા ફરી બોલિંગમાં આવતાં અક્ષરે તેનો કેચ ઝડપ્યો હતો. આમ આ મેચમાં અવારનવાર ગુજરાતીઓએ ટીમ ઈન્ડિયાને બચાવી હતી અને સેટ થઈ ગયેલા પાકિસ્તાનીઓને મેદાનની બહાર મોકલી દીધા હતા.

કુલદીપ યાદવે સેટ થયેલા શકીલનો કેચ પાડ્યો

ભારત માટે ખરાબ ફિલ્ડિંગ એક મોટો પ્રશ્ન બની ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ત્રણ કેચ છૂટયા હતા તો પાકિસ્તાન સામેની મેચમાં પહેલા હર્ષિત રાણાએ કેપ્ટન રિઝવાનનો અને ત્યાર પછી કુલદીપ યાદવે સેટ થયેલા શકીલનો કેચ પાડ્યો હતો.

અક્ષરે તોડી ભાગીદારી

રિઝવાનનો કેચ છૂટયા બાદ તરત પછીની ઓવરમાં જ અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો અને શકીલ સાથેની તેની આગળ વધતી ભાગીદારીને અટકાવી દીધી હતી. ભારત માટે આ વિકેટ ખૂબ જરૂરી હતી. ખરા સમયે ટીમને વિકેટ મળી હતી જેના કારણે ભારત પરથી દબાણ ઓછું થયું હતું. 

હર્ષિત રાણાએ કેપ્ટન રિઝવાનનો કેચ બાફ્યો

હાર્દિક પંડ્યાની બોલિંગ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો કેચ ઉછળ્યો હતો જે હર્ષિત રાણા પકડી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા તેના કારણે નિરાશ થઈ ગયો હતો. 

રિઝવાન સઉદની ધીમી રમત

ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ સામે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહેલા કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલ શરૂઆતમાં સાવ ઢીલા પડી ગયેલા દેખાયા હતા. બંનેએ અત્યંત ધીમી રમત બતાવી હતી. 11મી ઓવરથી 20મી ઓવર સુધીમાં પાકિસ્તાની બેટર્સ માત્ર 27 રન બનાવી શક્યા હતા.

બંને ગુજરાતીઓ ચમક્યા

ભારતે તાજેતરમાં જીતેલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં અક્ષર પટેલે ટીમ માટે મુશ્કેલીના સમયે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાની ઈનીંગની છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કર્યા હતા. આમ ભારતને જીત અપાવવામાં આ બંને દિગ્ગજોનું મોટું યોગદાન રહ્યું હતું. 

અક્ષર પટેલનો જબરદસ્ત થ્રો

સેટ થઈ ગયેલા પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હકને અક્ષર પટેલના જબરદસ્ત થ્રોના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ઈમામ ઉલ હક અને બાબર આઝમ વચ્ચે ઓપનિંગમાં સારી પાર્ટનરશિપ બની રહી હતી. એ જ સમયે 41 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાએ બાબર અને 47 રનના સ્કોર પર ઈમામ ઉલ હકને અક્ષર પંડ્યાએ પેવેલિયનની બહાર મોકલી દીધા હતા. 

હાર્દિકે અપાવી ટીમને પહેલી વિકેટ, બાબરને બહાર મોકલી દીધો

ભારતીય ટીમને પહેલી વિકેટ હાર્દિક પંડ્યાએ અપાવી હતી. વિકેટ પાછળ લોકેશ રાહુલે બાબર આઝમનો કેચ ઝડપ્યો હતો. મોહમ્મદ શમીએ દુઃખાવાના કારણે સ્પેલ અધવચ્ચે છોડ્યો હતો જેના કારણે હાર્દિક પંડ્યાને બોલિંગ માટે બોલવાયો હતો. તેણે બાબર આઝમની વિકેટ ઝડપીને ઓપનિંગ પાર્ટનરશિપ તોડી નાખી હતી.

પાકિસ્તાન ટોસ જીત્યું

પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું છે. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું.

વન-ડેમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ

ભારતે વન-ડેમાં સતત 12 ટોસ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડકપ 2023થી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામેની મેચ સુધીમાં ભારત એકપણ ટોસ જીત્યું નથી.


Icon