Home / Sports : India beat England by 150 runs in Mumbai to win the series 4-1

ભારતીય ટીમનો 4-1થી શ્રેણી વિજય, મુંબઈમાં ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું

ભારતીય ટીમનો 4-1થી શ્રેણી વિજય, મુંબઈમાં ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 મેચની શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત નોંધાવી. આ સાથે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી 4-1થી જીતી લીધી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે. તેઓએ ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ઘરઆંગણે રમાયેલી T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 150 રનથી જીતી લીધી છે. આ ભારતીય ટીમની T20 આંતરરાષ્ટ્રીયમાં બીજી સૌથી મોટી જીત છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 4-1 થી જીતી લીધી.

અભિષેક સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો

અભિષેક શર્માએ ધમાકેદાર શરૂઆત કરી અને પહેલા 17 બોલમાં જ અડધી સદી ફટકારી. આ પછી તેણે તેને બીજી સૌથી ઝડપી સદીમાં રૂપાંતરિત કરી. અભિષેકે ૩૭ બોલમાં ઝડપી સદી ફટકારી. તે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. પોતાની સદી પૂર્ણ કરવા માટે અભિષેકે 10 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા.

તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 40 બોલમાં સદી ફટકારી હતી. જોકે, ભારતીયોમાં રોહિત શર્માના નામે 35 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે હજુ પણ અતૂટ છે. એકંદરે, T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. ગયા વર્ષે, 17 જૂન 2024 ના રોજ, તેણે સાયપ્રસ ટીમ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.

આ મેચમાં, અભિષેકે ભારતીય ટીમ માટે 54 બોલમાં 135 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે ૧૩ છગ્ગા અને ૭ ચોગ્ગા ફટકાર્યા. જ્યારે તિલક વર્માએ 15 બોલમાં 24 રન બનાવ્યા. અભિષેક અને તિલક વચ્ચે બીજી વિકેટ માટે 43 બોલમાં 115 રનની ભાગીદારી થઈ.

ભારતે પાવરપ્લેમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો

ભારતે પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. પ્રથમ છ ઓવર પછી ભારતનો સ્કોર 95/1 છે.

T20Iમાં ફુલ મેમ્બર્સ ટીમો સામે સૌથી ઝડપી સદી


35 બોલ - ડેવિડ મિલર Vs બાંગ્લાદેશ, પોટચેફસ્ટ્રૂમ 2017
35 બોલ - રોહિત શર્મા Vs શ્રીલંકા, ઇન્દોર 2017
37 બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
39 બોલ - જોહ્ન્સન ચાર્લ્સ Vs દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023
40 બોલ - સંજુ સેમસન Vs બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024

T20Iમાં સૌથી ઝડપી 50 રન બનાવનાર ભારતીય


12 બોલ - યુવરાજ સિંહ Vs ઈંગ્લેન્ડ, ડરબન 2007
17 બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
18 બોલ - કેએલ રાહુલ Vs સ્કોટલેન્ડ, દુબઈ 2021
18 બોલ - સૂર્યકુમાર યાદવ Vs દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022

 


Icon