Home / Sports : India-Pakistan will clash again on the cricket field, both have accepted the hybrid model

ક્રિકેટ મેદાન પર ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, બંને દેશે હાઈબ્રિડ મોડેલને સ્વીકાર્યો

ક્રિકેટ મેદાન પર ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, બંને દેશે હાઈબ્રિડ મોડેલને સ્વીકાર્યો

એશિયા કપ 2025ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે. એવી અપેક્ષા છે કે ભારત અને પાકિસ્તાન બંને આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

10મી સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે

અહેવાલો અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એશિયા કપ 2025નું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. જે 10મી સપ્ટેમ્બરે શરૂ થવાની તૈયારીમાં છે. આ ટુર્નામેન્ટમાં છ દેશો ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત તેના શેડ્યૂલ વિશેની માહિતી જુલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.

એશિયા કપ 2025માં 6 દેશો ભાગ લઈ શકે છે

ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને યુએઈની ટીમ એશિયા કપ 2025માં ભાગ લઈ શકે છે. એશિયા કપ ભારતની યજમાનીમાં રમાવાનો છે. વર્ષ 2023 એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારત સામેની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડેલ પર રમાઈ હતી. જો 2025માં એશિયા કપનું આયોજન થાય છે, તો તે પણ હાઇબ્રિડ મોડેલ પર રમાશે. ICCએ ભારત અને પાકિસ્તાન માટે હાઇબ્રિડ મોડેલના નિયમને પણ સ્વીકાર્યો છે.

બંને ટીમ મેચ હાઈબ્રિડ મોડેલ પર રમશે

જો એશિયા કપ 2025નું આયોજન ભારત અથવા પાકિસ્તાન થાય છે, તો બંને દેશો વચ્ચેની મેચ તટસ્થ દેશમાં રમાશે. એટલે કે, જો ભારત યજમાન હોય, તો પાકિસ્તાનની ટીમ તેની બધી મેચ હાઈબ્રિડ મોડેલ પર રમશે અને જો પાકિસ્તાન યજમાન હોય, તો ભારતીય ટીમ તેની બધી મેચ હાઈબ્રિડ મોડેલ પર રમશે.

ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલા પછી બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે એશિયા કપ પર ખતરો મંડરાઈ રહ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે ભારત અને પાકિસ્તાન હવે ક્રિકેટના મેદાન પર સાથે રમતા જોવા મળશે નહીં. 

Related News

Icon