Home / Sports : India wins ICC Champions Trophy 2025, New Zealand suffers crushing defeat

ચક દે ઇન્ડિયા! ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ભારતના નામે, ન્યુઝીલેન્ડની કારમી હાર

ચક દે ઇન્ડિયા! ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ભારતના નામે, ન્યુઝીલેન્ડની કારમી હાર

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો હતો. ન્યુઝીલેન્ડને હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ભારતે પોતાના નામે કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામે 44 રનથી જીત મેળવી હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ન્યુઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 252 રનનો લક્ષ્યાંક ચેસ કરતા ભારતીય ટીમે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમ પહેલી વાર 2002ની સીઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેણે શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ટાઇટલ શેર કર્યું હતું. પછી એમએસ ધોનીના નેતૃત્વમાં, ભારતીય ટીમ 2013માં ચેમ્પિયન બની.

ભારતને છઠ્ઠો ઝટકો : હાર્દિક પંડ્યા 18 રન બનાવી આઉટ

ભારતને પાંચમો ઝટકો: અક્ષર પટેલ આઉટ 

ફાઇનલ મેચમાં અંતિમ 10 ઓવરોમાં મેચ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી. ભારતે પાંચ વિકેટો ગુમાવી. અક્ષર પટેલ 20 રન બનાવી આઉટ થયો. 

ભારતને ચોથો ઝટકો: શ્રેયસ અય્યર હાફ સેન્ચુરીથી ચૂક્યો  

રોહિત શર્માની વિકેટ બાદ શ્રેયસ અય્યરે ભારત તરફથી બાજી સંભાળી હતી. જોકે તે માત્ર 2 રનથી અડધી સદી ચૂક્યો. 62 બોલમાં 48 રન બનાવ્યા.

ભારતને ત્રીજો ઝટકો: કેપ્ટન રોહિત શર્મા તોફાની બેટિંગ બાદ આઉટ 

કેપ્ટન રોહિત શર્મા આજે સારી ફૉર્મમાં બેટિંગ કરી રહ્યો હતો. રચિન રવીન્દ્ર રોહિત શર્માની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રોહિત શર્માએ 83 બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે કુલ 76 રન બનાવ્યા. 

ભારતને બીજો ઝટકો: કોહલી સસ્તામાં આઉટ 

વિરાટ કોહલીએ આજની મેચમાં સૌને નિરાશ કર્યા હતા. માત્ર એક રન બનાવી આઉટ થયો. 

ભારતને પ્રથમ ઝટકો: ગિલ 31 રન મારી આઉટ 

ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેંટનરે ભારતના શુભમન ગિલની વિકેટ ઝડપી. ફિલિપ્સે ગિલનો કેચ પકડ્યો હતો. 

ન્યુઝીલેન્ડ તરફથી કોણ કેવું રમ્યું?

ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ (અણનમ 53) અને ડેરિલ મિશેલ (63) એ અડધી સદી ફટકારી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે સાત વિકેટે 251 રન બનાવ્યા હતા. બેટિંગ કરતી વખતે કિવી ટીમે સારી શરૂઆત કરી હતી. રચિન રવિન્દ્ર અને વિલ યંગે મળીને 7.5 ઓવરમાં 57 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન, રવિન્દ્રનો કેચ પહેલા મોહમ્મદ શમીએ અને પછી શ્રેયસ ઐયરે છોડ્યો. ભારતને આખરે વરુણ ચક્રવર્તી દ્વારા પ્રથમ સફળતા મળી, જેણે વિલ યંગ (15) ને LBW આઉટ કર્યો. ત્યારબાદ કુલદીપ યાદવે રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. રવિન્દ્રએ 29 બોલમાં 37 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ કુલદીપે અનુભવી બેટ્સમેન કેન વિલિયમસનને આઉટ કર્યો, જેનો બોલ રિટર્ન બોલરે કેચ પકડ્યો.

કેન વિલિયમસન (11) આઉટ થયો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 75 રન હતો. આ પછી, ડેરિલ મિશેલ અને ટોમ લેથમે કિવી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. બંનેએ મળીને ચોથી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી. રવિન્દ્ર જાડેજાએ લેથમ (14) ને LBW આઉટ કરીને ભાગીદારીનો અંત લાવ્યો. 108 રનના સ્કોર પર ચોથી વિકેટ પડ્યા બાદ, મિશેલે ગ્લેન ફિલિપ્સ સાથે મળીને પાંચમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી.

ગ્લેન ફિલિપ્સ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીની ગુગલી વાંચી શક્યા નહીં અને બોલ્ડ થયા. ફિલિપ્સે ૫૨ બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા. ફિલિપ્સ આઉટ થયાના થોડા સમય પછી, ડેરિલ મિશેલે 91 બોલમાં ફિફ્ટી ફટકારી. મિશેલ કુલ 63 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલે તેની 101 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. મિશેલ મોહમ્મદ શમીની બોલિંગમાં કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો.

અહીંથી, માઈકલ બ્રેસવેલે તોફાની ઇનિંગ્સ રમી અને ન્યુઝીલેન્ડને સારા સ્કોર સુધી પહોંચાડ્યું. બ્રેસવેલે 40 બોલમાં અણનમ 53 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બ્રેસવેલે કેપ્ટન મિશેલ સેન્ટનર સાથે મળીને સાતમી વિકેટ માટે 28 રન ઉમેર્યા. સેન્ટનર 8 રન બનાવીને રન આઉટ થયો. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી.

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. બીજી તરફ, કિવી ટીમે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી. ફાઇનલ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ એ જ પ્લેઇંગ-11 સાથે મેદાનમાં ઉતરી હતી, જેણે છેલ્લી બે મેચમાં તેને વિજય અપાવ્યો હતો. આ મેચમાં, ભારતીય ટીમ 4 નિષ્ણાત બેટ્સમેન, 1 વિકેટકીપર બેટ્સમેન, 1 બેટિંગ ઓલરાઉન્ડર, 2 સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર, 1 નિષ્ણાત ફાસ્ટ બોલર અને 2 નિષ્ણાત સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે. બીજી તરફ, ઝડપી બોલર નાથન સ્મિથે કિવી ટીમમાં પ્રવેશ કર્યો. મેટ હેનરી ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ કેચ છોડનારી ટીમ બન્યું ભારત, ફાઇનલ મેચમાં જ 4 જીવનદાન આપ્યા 

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્ડિંગમાં અનેક ભૂલો કરી. ચેમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ 11 કેચ છોડ્યા. 9મી માર્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ચાર કેચ છોડ્યા, જેમાં રચિન રવીન્દ્રને તો બે વખત જીવનદાન મળ્યું. મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરે રચિનના કેચ છોડ્યા. રોહિત શર્માએ ડેરિલ મિચેલ, શુભમન ગિલે ફિલિપ્સને જીવનદાન આપ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ કેચ ડ્રોપ કરનારી ટીમ બની ગઈ છે. 

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર.


Icon