Home / Sports : IPL 2025: Mumbai Indians suffer a setback, Hardik Pandya out in the first match

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, પહેલી મેચમાં જ હાર્દિક પંડ્યા બહાર

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, પહેલી મેચમાં જ હાર્દિક પંડ્યા બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જ્યારે IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈની ટીમે સારુ પ્રદર્શન કરી શકી ન હતી. જો કે, મુંબઈ ઈન્ડિયનની ટીમ પાંચ વખત IPLનો જીતી છે અને આ સિઝનમાં હાર્દિક આ ખિતાબમાં વધારો કરવા ઈચ્છશે. પરંતુ આ પહેલા હાર્દિકની અપેક્ષાઓને ભારે ફટકો પડ્યો છે. જ્યારે પંડ્યા CSK સામેની મેચ રમી શકશે નહીં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

IPL 2025ની પહેલી મેચમાં હાર્દિકનો પ્રતિબંધ

મુંબઈની ટીમે IPL 2024ની છેલ્લી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાઈ હતી અને આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટ માટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50%, જેમાંથી ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે IPL 2024માં મુંબઈની ટીમ ત્રણ વખત ન્યૂનતમ ઓવર રેટ જાળવી રાખવામાં નિષ્ફળ રહી. આ કારણોસર કેપ્ટન હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈ સિઝનમાં મુંબઈએ તેની છેલ્લી મેચ રમી હતી. જ્યારે હવે હાર્દિકનો પ્રતિબંધ IPL 2025ની પહેલી મેચમાં ચાલુ રહેશે.

હાર્દિક પંડ્યાએ અત્યારસુધીમાં IPLમાં 137 મેચમાં કુલ 2525 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 10 અડધી સદી સામેલ છે. આ ઉપરાંત, તે 64 વિકેટ પણ લીધી છે. જ્યારે હવે હાર્દિકને IPL 2025ની પહેલી મેચમાં હાજર ન હોવાના કારણે કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવ સંભાળી શકે છે. તે ભારતીય T20 ટીમના કેપ્ટન પણ છે અને અનુભવ પણ છે. 

IPL 2024માં ખરાબ પ્રદર્શન

IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ત્યારે મુંબઈએ ફક્ત 4 મેચ જીતી હતી અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.



Related News

Icon