Home / Sports : IPL 2025 title goes to RCB, Punjab suffers a crushing defeat

PBKS vs RCB: IPL 2025નો ખિતાબ RCBના નામે, પંજાબને આપી કારમી હાર

PBKS vs RCB: IPL 2025નો ખિતાબ RCBના નામે, પંજાબને આપી કારમી હાર

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. બેંગ્લોર અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચમાં બેંગ્લોરની જીત થઇ છે. બેંગ્લોરે 18 વર્ષ બાદ પ્રથમ વખત આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

RCB ચેમ્પિયન બન્યું


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025નો ખિતાબ જીત્યો છે. 18 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી પણ ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCBએ પંજાબને છ રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટે માત્ર 184 રન જ બનાવી શકી હતી.

IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ (190 રન / 9 વિકેટ - 20 ઓવર)

પંજાબના બોલર્સ સામે RCBના બેટર્સ લાચાર નજરે પડ્યા છે. બેંગલુરૂની ટીમે 9 વિકેટ ગુમાવીને પંજાબને 191 રનનો ટાર્ગેટ આપ્યો છે.

1) ફિલ સોલ્ટ (16 રન - 9 બોલ)
2) મયંક અગ્રવાલ (24 રન - 18 બોલ)
3) રજત પાટીદાર (26 રન - 16 બોલ)
4) વિરાટ કોહલી (43 રન - 35 બોલ)
5) લિયામ લિવિંગસ્ટન (25 રન - 15 બોલ)
6) જિતેશ શર્મા (24 રન - 10 બોલ)
7) રૂમારિયો શેફર્ડ (17 રન - 8 બોલ)
8) કૃણાલ પંડ્યા (4 રન - 5 બોલ)
9) ભુવનેશ્વર કુમાર (1 રન -2 બોલ)

પંજાબે ટોસ જીતીને બેંગલુરુને આપી બેટિંગ

બેંગલુરૂ વિરૂદ્ધ ફાઈનલમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. કેપ્ટન શ્રેયસે કહ્યું કે, તેમણે પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર નથી કર્યો. ત્યારે, આરસીબીએ પણ પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો નહતો.

બંને ટીમોની પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રૂમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજય કુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.



Related News

Icon