
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે BCCI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી કોઇ મેચ એક અઠવાડિયા સુધી નહીં યોજાય. હવે BCCIની પ્રથમ પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. BCCI જલદી નવી તારીખોની જાહેરાત કરશે.
https://twitter.com/PTI_News/status/1920731157840208041
પંજાબ-દિલ્હીની મેચ 10.1 ઓવર પછી રદ કરાઇ હતી
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. ટોસ રાત્રે 8:30 વાગ્યે થયો. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ફક્ત 10.1 ઓવર જ રમાઈ હતી. આ પછી, ફ્લડલાઇટ્સમાં સમસ્યાને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હોવાના અહેવાલો આવ્યા હતા.
ત્યારબાદ જમ્મુ અને પઠાણકોટના પડોશી શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણીને કારણે મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. છેલ્લો બોલ ફેંકાય ત્યાં સુધી PBKSની બેટિંગ ચાલુ હતી. સ્કોર 122 રનનો હતો. એક વિકેટ પણ પડી ગઈ હતી. 10 ઓવર અને 1 બોલ પણ ફેંકાઈ ગયો હતો.
ગત વર્ષે પણ બે ભાગમાં યોજાઇ હતી IPL
2024ની IPL બે ભાગમાં રમાઇ હતી કારણ કે તે સમયે લોકસભા ચૂંટણી યોજાઇ રહી હતી. પ્રથમ ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી રમાયો હતો જેમાં 21 મેચ રમાઇ હતી. તે બાદ ચૂંટણીની તારીખ નક્કી થતા બાકી મેચ અને પ્લે ઓફનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો.