
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અંતિમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. તે બાદ બુમરાહને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. IPL પહેલા બુમરાહના ફિટનેસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બુમરાહ IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે શરૂઆતના બે અઠવાડિયા માટે મેચ ના રમે તેવા સંકેત છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો બુમરાહ
જસપ્રીત બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અંતિમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. લોઅર બેક ઇન્જરીને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગયો હતો.
એક રિપોર્ટ અનુસાર જસપ્રીત બુમરાહ IPL 2025ની શરૂઆતમાં મેચ રમતો જોવા નહીં મળે. બુમરાહ અત્યારે બેંગલુરૂમાં BCCIના સેન્ટર ઓફ એક્સલન્સમાં રિહૈબમાંથી પસાર થઇ રહ્યો છે. બુમરાહ બોલિંગ માટે પુરી રીતે ફિટ થયો નથી. બુમરાહ એપ્રિલમાં મુંબઇ ઇન્ડિયન્સની શિબિરમાં સામેલ થઇ શકે છે.
BCCIના એક સુત્રએ જણાવ્યું, 'બુમરાહની મેડિકલ રિપોર્ટ યોગ્ય છે, તેને સેન્ટર ઓફ એક્સલન્સમાં બોલિંગ શરૂ કરી છે. જોકે, શક્યતા નથી કે તે IPLની શરૂઆતમાં બોલિંગ કરી શકશે. એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તે ટીમમાં પરત ફરી શકે છે. મેડિકલ ટીમ ધીમે ધીમે તેના વર્કલોડને વધારશે. જ્યારે કેટલાક દિવસ સુધી કોઇ મુશ્કેલી વગર તે સ્પિડથી બોલિંગ કરવામાં સક્ષમ બનશે ત્યાર સુધી મેડિકલ ટીમ તેને ધીમે ધીમે મંજૂરી આપી શકે છે.