
ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનને IPLમાં દિલ્હી કેપિટલ્સે મહત્ત્વની જવાબદારી સોપી છે. કેવિન પીટરસનને દિલ્હીએ મેન્ટર બનાવ્યો છે.
https://twitter.com/DelhiCapitals/status/1895044922236973469
કેવિન પીટરસને 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પીટરસને પોતાની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમી હતી. 2013માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પીટરસને અંતિમ ટી-20 મેચ અને તે વર્ષે જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ વન ડે મેચ રમી હતી. IPLમાં પણ તે અંતિમ વખત 2016માં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો હતો.
પીટરસને પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં કૂલ 13797 રન બનાવ્યા છે. 104 વન ડેમાં 8181, 136 વન ડેમાં 4440 અને 37 ટી-20માં 1176 રન તેના નામે છે. 36 IPL મેચ પણ પીટરસને રમી છે જેમાં 1001 રન બનાવ્યા છે. પીટરસને પોતાની IPL કરિયરમાં દિલ્હી, બેંગલુરૂ, હૈદરાબાદ અને પૂણે સહિત કેટલીક ટીમ માટે રમી છે.
દિલ્હી કેપિટલ્સનો સપોર્ટ સ્ટાફ
હેડ કોચ-હેમાંગ બદાની
મેન્ટર- કેવિન પીટરસન
ડિરેક્ટર ઓફ ક્રિકેટ- વેણુગોપાલ રાવ
આસિસ્ટન્ટ કોચ- મેથ્યુ મોટ
બોલિંગ કોચ- મુનાફ પટેલ
હેડ ઓફ સ્કાઉટિંગ- વિજય ભારદ્વાજ
22 માર્ચથી IPLનો થશે પ્રારંભ
IPLની 18મી સિઝનનો પ્રારંભ 22 માર્ચથી શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમશે.
IPL 2025માં દિલ્હી કેપિટલ્સની ટીમ
કેએલ રાહુલ (વિકેટ કીપર બેટ્સમેન), હેરી બ્રુક, જેક ફ્રેશર મેકગર્ક, કરૂણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેર, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપરાજ નિગમ, અજય મંડલ,માનવંથ કુમાર, ત્રીપુર્ણા વિજય, માધવ તિવારી, અશ્રર પટેલ, મિશેલ સ્ટાર્ક, ટી.નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ