Home / Sports : Maxwell scores a blistering century in MLC, creating a unique record

માતા પિતાની સામે મેક્સવેલની આંધી, MLCમાં તોફાની સદી ફટકારી બનાવ્યો અનોખો રેકોર્ડ 

માતા પિતાની સામે મેક્સવેલની આંધી, MLCમાં તોફાની સદી ફટકારી બનાવ્યો અનોખો રેકોર્ડ 

આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સની ફ્લોપ સિઝન પછી ગ્લેન મેક્સવેલે જોરદાર વાપસી કરી છે. મેજર લીગ ક્રિકેટ (MLC)માં તેમણે વોશિંગટન ફ્રિડમની તરફથી રમતાં માત્ર 49 બોલમાં 106 રનોની તોફાની ઇનિંગ રમી, જેમાં 13 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ શાનદાર ઈનિંગથી વોશિંગ્ટટન ફ્રિડમે લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને 113 રનથી હરાવ્યું હતું. મેક્સવેલની T 20 કરિયરની આઠમી સદી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો

આ પહેલા સૌથી વધુ સ્કોર સ્ટીવ સ્મિથ દ્વારા કરવામાં આવ્યો હતો. જેણે છેલ્લી સિઝનમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ સામે 88 રન કર્યા હતા. મેક્સવેલ MLC(મેજર લીગ ક્રિકેટ)માં  6 નંબર પર રમતાં તેણે સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે. 

મેક્સવેલ IPL 2025માં ફ્લોપ રહ્યો હતો

આ સાથે તેણે T20 ક્રિકેટ ઈતિહાસમાં એવા માત્ર પાંચમાં કેપ્ટન છે જેમણે 6 નંબર પર બેટિંગ કરીને સદી ફટકારી હતી. મેક્સવેલ IPL 2025માં ફ્લોપ રહ્યો હતો, તેણે પંજાબ કિંગ્સ માટે 7 મેચમાં 8ની એવરેજથી 48 રન બનાવ્યા હતા. તેમજ તેણે કુલ 4 વિકેટ લીધી હતી. 

Related News

Icon