
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે, ત્યારે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. જે ફક્ત થોડા બોલમાં મેચ બદલી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતીય ટીમે તેની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મેચ પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ છે.
આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. જ્યારે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયેલા ફખર ઝમાનની જગ્યાએ ઈમામ-ઉલ-હકને ટીમમાં સ્થાન મળ્યું છે.
https://twitter.com/StarSportsIndia/status/1893584153058459809
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
પાકિસ્તાન: ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, સાઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન અલી આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હારિસ રૌફ, અબરાર અહેમ.