
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી લીડ્સ ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પહેલી ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. ચાલો જાણીએ તેનું કારણ.
ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં કેમ ઉતર્યા?
ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પહેલી ટેસ્ટ મેચમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારત ઉપરાંત, મૃતકોમાં ઈંગ્લેન્ડના નાગરિકો પણ હતા. આ ઘટનાએ આખી દુનિયાને દુઃખ પહોંચાડ્યું હતું. આ ઘટના પછી, ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પહેલીવાર મેદાનમાં ઉતર્યા છે. તેથી બંને ટીમોના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી છે. આ સિવાય ખેલાડીઓએ એક મિનીટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
https://twitter.com/BCCI/status/1936005097282318722
https://twitter.com/englandcricket/status/1936004128695521744
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સે, જોશ ટંગ, શોએબ બશીર.