Home / Sports : Rahul Dravid's incredible passion

VIDEO:  રાહુલ દ્રવિડનો ગજબનો જુસ્સો, કાખઘોડીના સહારે ટીમને આપ્યું કોચિંગ

ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર રાહુલ દ્રવિડ ક્રિકેટ પ્રત્યે તેના જુસ્સા અને નિષ્ઠા માટે જાણીતા છે. તેમજ તેમની સાદગી તેમને વધુ ખાસ બનાવે છે. દ્રવિડ જે પણ ટીમ સાથે જોડાય છે તેને ચેમ્પિયન બનવવામાં પોતાના બેસ્ટ પ્રયાસો કરે છે. એવામાં તે રાજસ્થાન રોયલ્સ કેમ્પ કોચિંગ આપવામાં માટે કાખઘોડીના સહારે પહોંચ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજસ્થાન રોયલ્સના કોચ ઘાયલ

રાજસ્થાન રોયલ્સના કોચ રાહુલ દ્રવિડને પગમાં ઈજા થઈ છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કર્ણાટકમાં તેના પુત્ર અન્વય દ્રવિડ સાથે ક્લબ ક્રિકેટ રમી રહ્યા હતા એ દરમિયાન તેમના પગમાં ઈજા થઈ છે. પરંતુ આ ઈજા પણ તેને ટીમથી દૂર રાખી શકી નથી. ટીમના કોચ રાહુલ દ્રવિડ ઘાયલ છે. પરંતુ આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. સાથે જ તે દ્રવિડના જુસ્સાના વખાણ કરતાં થાકતો નથી.

દ્રવિડના પગમાં વોકર બૂટ બાંધેલું જોવા મળ્યું 

દ્રવિડ મેદાન પર કાખઘોડીની મદદથી ખેલાડીઓને ટ્રેનિંગ આપતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ જ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ દરમિયાન દ્રવિડના પગમાં વોકર બૂટ બાંધેલું પણ જોવા મળ્યું હતું. 

આ પણ વાંચો: શુભમન ગિલે સૌથી વધુ 'ICC પ્લેયર ઓફ ધી મંથ' એવોર્ડ જીતી બુમરાહનો રેકોર્ડ તોડ્યો

રાજસ્થાનની ટીમની કમાન વિકેટકીપર બેટર સંજુ સેમસનના હાથમાં છે. આ ટીમ અત્યાર સુધી માત્ર એક જ વાર ટાઈટલ જીતી શકી છે. રાજસ્થાને IPLની પ્રથમ સિઝન એટલે કે 2008 જીતી હતી. આ વખતે રાજસ્થાનની ટીમનો પ્રથમ મુકાબલો 23 માર્ચે થશે. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે છે.

Related News

Icon