Home / Sports : Ravi Shastri's big statement on making Jasprit Bumrah test captain

'જસપ્રીત બુમરાહ ટેસ્ટ કેપ્ટન બનશે તો ટીમ...', રવિ શાસ્ત્રીએ આપ્યું ચોકાવનારું નિવેદન

'જસપ્રીત બુમરાહ ટેસ્ટ કેપ્ટન બનશે તો ટીમ...', રવિ શાસ્ત્રીએ આપ્યું ચોકાવનારું નિવેદન

ભારતીય ટેસ્ટ ટીમ પાંચ મેચની સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ માટે બધા ટીમની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ સાથે, ભારતીય ટીમને એક નવો ટેસ્ટ કેપ્ટન પણ મળવા જઈ રહ્યો છે. આ માટે ઘણા ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ICC રિવ્યૂમાં બોલતા કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે, કારણ કે આના કારણે ટીમ તેને બોલર તરીકે ગુમાવશે."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રવિ શાસ્ત્રીએ સંજના ગણેશન સાથે વાત કરતા કહ્યું કે સિલેક્ટર્સે ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ અને ભારતીય ટીમના પેસ માસ્ટર જસપ્રીત બુમરાહ પર કેપ્ટનશિપનો બોજ ન નાખવો જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચે વધુમાં કહ્યું કે, "જુઓ, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, મને લાગ્યું કે જસપ્રીત યોગ્ય પસંદગી છે. પણ હું નથી ઈચ્છતો કે બુમરાહને કેપ્ટન બનાવવામાં આવે કારણ કે પછી ટીમ તેને બોલર તરીકે ગુમાવશે."

જસપ્રીત બુમરાહ કેમ યોગ્ય વિકલ્પ નથી?

રવિ શાસ્ત્રીએ કહ્યું કે "તાજેતરમાં સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ની છેલ્લી મેચમાં બુમરાહને પીઠની ઈજાનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, બુમરાહ જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધી લગભગ ચાર મહિના સુધી રમતથી દૂર રહ્યો. આ દરમિયાન, તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ન રમી શક્યો. આવી સ્થિતિમાં, બુમરાહનું શરીર એક સમયે ફક્ત એક જ રમત રમી શકે છે અને તે ગંભીર ઈજામાંથી વાપસી કરી રહ્યો છે."

Related News

Icon