ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં શાનદાર પ્રદર્શન કરીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. આ જીતમાં ટીમના બધા ખેલાડીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે આ ટૂર્નામેન્ટના અંત પછી, બધા ખેલાડીઓ એક પછી એક ભારત પાછા ફરી રહ્યા છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પણ ભારત પરત ફર્યા છે. બંને ખેલાડીઓ દુબઈથી ચેન્નાઈ પહોંચ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈમાં IPLની તૈયારી શરૂ કરી છે.