ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL) 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સ સાથે તેની સફર સમાપ્ત કરી છે. આઈપીએલ 2025ની સિઝનમાં રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ નહીં હોય. દિલ્હી કેપિટલ્સના X હેન્ડલ પર સત્તાવાર રીતે આની પુષ્ટિ કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સ વતી પોન્ટિંગનો પણ આ પ્રવાસ માટે આભાર માન્યો હતો. મુખ્ય કોચ સૌરવ ગાંગુલી બની શકે છે.

