Home / Sports : Rinku Singh and Priya Saroj will get engaged today

આજે સાંસદ પ્રિયા સરોજને રિંગ પહેરાવશે રિંકુ સિંહ, સગાઈમાં હાજર રહેશે ઘણા VIP મહેમાનો

આજે સાંસદ પ્રિયા સરોજને રિંગ પહેરાવશે રિંકુ સિંહ, સગાઈમાં હાજર રહેશે ઘણા VIP મહેમાનો

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ પ્રિયા સરોજ આજે લખનૌમાં સગાઈ કરી રહ્યા છે. શહેરની 5-સ્ટાર હોટલમાં સગાઈ રાખવામાં આવી છે. આ ખાસ પ્રસંગે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પિયુષ ચાવલા અને ઉત્તર પ્રદેશ રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ સહિતના મહેમાનો પહોંચી ગયા છે. રિંકુ સિંહ પણ પોતાના પરિવાર સાથે મોડી રાત્રે હોટેલ પહોંચ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખાસ વ્યવસ્થા અને VIP મહેમાનો

હોટલમાં રિંગ સેરેમની માટે 15 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેમાંથી 5 રૂમ રિંકુના મિત્રો માટે રિઝર્વ છે. આ રિંગ સેરેમનીમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને પ્રિયાના સાંસદ મિત્ર ઈકરા હસન પણ હાજર રહેશે. સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવશે, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.

લખનૌવી ભોજનનો આનંદ

રિંકુના પરિવારના સભ્યો, તેના ભાઈ, બહેન અને અન્ય સંબંધીઓ સગાઈના પ્રસંગે મસ્તી કરતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પરિવારના સભ્યો અને તેમના મહેમાનોએ લખનૌવી ભોજનનો આનંદ માણ્યો હતો.

હોટલના 'ફલકર્ન (Fulcurn) હોલ' ને રિંગ સેરેમની માટે પસંદ કરવામાં આવ્યો છે, જેની કેપેસીટી 300થી વધુ લોકોની છે. મોડી રાત સુધી સેરેમની માટે 12x16 ફૂટનો ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. તેમજ ભોજનમાં રિંગ સેરેમની ડિશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રિંકુ અને પ્રિયાની ફેવરીટ ડિશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

કડક સુરક્ષા અને હોટેલની પસંદગી

રિંગ સેરેમનીમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત છે. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવશે, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, VIP મહેમાનોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે સ્પેશિયલ સિક્યુરિટી ટીમ પણ એલર્ટ મોડ પર રહેશે. હોટેલની આસપાસ પણ પ્રાઈવેટ અને પોલીસની સુરક્ષા તૈનાત રહેશે.

સગાઈમાં માત્ર વેજીટેરીયન મેનુ

હોટેલના શેફ આશિષ શાહીએ જણાવ્યું કે મેનુમાં માત્ર વેજીટેરીયન ભોજન જ રહેશે. આ ઉપરાંત, લાઈવ કાઉન્ટર્સ પર વેલકમ ડ્રિંક્સ રહેશે. સ્ટાર્ટરમાં યુરોપિયન, ચાઈનીઝ, એશિયન અને ઈન્ડિયન વાનગીઓ પણ હશે. જેમાં ગુલાબની ઠંડી ખીર અને અચારી સિગાર રોલ તેમની ખાસ આઈટમ છે.

શેફ આશિષે જણાવ્યું કે, "મેઈનકોર્સમાં મલાઈ કોફ્તા, કઢાઈ પનીર વગેરે રહેશે. મિક્સ વેજ પણ અલગ-અલગ પ્રકારના હશે. ફક્ત વેજ હોવાથી અમે બધી જ વસ્તુઓને કવર કરવાનો પ્રયાસ કર્યો છે. ચાઈનીઝ સ્ટાર્ટરમાં મંચુરિયન સ્પ્રિંગ રોલ અને અન્ય વાનગીઓ પણ હશે. ચાઈનીઝ મેઈનકોર્સમાં નૂડલ્સ પણ હશે. મહેમાનો આવશે ત્યારે તેમને 'કુહાડા' (કોકોનટ બેઝ્ડ ડ્રિંક) પીરસવામાં આવશે."

રિંકુ-પ્રિયાના સંબંધની શરૂઆત

જાન્યુઆરીમાં કેરાકતથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું હતું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુ સિંહના પિતા સાથે બંનેના સંભવિત લગ્ન વિશે ચર્ચા કરી હતી. બંને પરિવારો સંબંધ માટે રાજી થઈ ગયા છે.

તુફાની સરોજે એ પણ જણાવ્યું હતું કે, "પ્રિયાની મુલાકાત રિંકુ સાથે એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, જેના પિતા પણ ક્રિકેટર છે. રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી જાણે છે. બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સંબંધ માટે તેમને પોતાના પરિવારોની સંમતિની જરૂર હતી. હવે બંને પરિવારો આ લગ્ન માટે સંમત થઈ ગયા છે."

પ્રિયા સરોજ કોણ છે?

વારાણસીના કરખિયાંવ ગામના રહેવાસી પ્રિયા સરોજ ઘણા વર્ષોથી સમાજવાદી પાર્ટી (SP) સાથે સક્રિય રીતે જોડાયેલા છે. 2024માં તે જૌનપુર જિલ્લાના મછલીશહર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા માટે ચૂંટાયા હતા. સુપ્રીમ કોર્ટના પૂર્વ વકીલ પ્રિયા પહેલીવાર 2022ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પોતાના પિતા માટે પ્રચાર કરતા ચર્ચામાં આવ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટસમાં ડિગ્રી અને નોઈડાના એમિટી યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવી છે.

Related News

Icon