
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં રમાઇ રહી છે જ્યાં ભારતીય બેટ્સમેનોનું આક્રમક રૂપ જોવા મળ્યું. ખાસ કરીને રિષભ પંતે ફરી એક વખત સાબિત કર્યું કે તે ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારવામાં માહેર છે. પંતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રિષભ પંતે રચ્યો ઇતિહાસ
રિષભ પંતે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 74 રનની ઇનિંગ્સમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પંતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં 35 સિક્સર ફટકારી છે જેનાથી તેને વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ સર વિવિયન રિચર્ડ્સને પાછળ છોડી દીધો છે. રિચર્ડ્સના નામે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 34 સિક્સર નોંધાયેલી હતી.
સૌથી વધુ સિક્સર મામલે પંતે કરી રોહિત શર્માની બરાબરી
ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવા મામલે રિષભ પંતે રોહિત શર્મા અને બ્રાયન લારાની બરાબરી કરી લીધી છે. રિષભ પંતે ટેસ્ટ કરિયરમાં 88 સિક્સર ફટકારી છે. ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવા મામલે ઇંગ્લેન્ડનો ખેલાડી બેન સ્ટોક્સ ટોપ પર છે. સ્ટોક્સે 133 સિક્સર ફટકારેલી છે.
સિક્સર ફટકારનારા ટોપ-5 બેટ્સમેન (Vs England in Test)
રિષભ પંત- 35 સિક્સર
વિવ રિચર્ડ્સ-34 સિક્સર
ટીમ સાઉથી- 30
યશસ્વી જયસ્વાલ-27
શુભમન ગિલ-26