Home / Sports : Rohit and Virat played ras dandiya after win in the Champions Trophy

VIDEO: ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત બાદ રોહિત અને વિરાટ મેદાનમાં રમ્યા દાંડિયા રાસ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારત સામે ન્યુઝીલેન્ડનો પરાજય થયો છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. આ ટાઇટલ જીત પછી, સ્ટેડિયમમાં એક ખાસ નજારો જોવા મળ્યો. જીત પછી, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મેદાનમાં ગરબા રમતા જોવા મળ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતે ઇતિહાસ રચ્યો

તમને જણાવી દઈએ કે, ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો. આ લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. અંતિમ મેચમાં, કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી અને શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલે સાવધાનીપૂર્વક ઇનિંગ રમી હતી. અને આખરે રવિન્દ્ર જાડેજાએ પોતાના બેટથી વિનિંગ શોટ મારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.

ભારતના સ્પિનમાં ફસાયેલા કિવી બેટ્સમેન

ફાઇનલમાં ટોસ જીત્યા બાદ, ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રચિન રવિન્દ્ર અને વિલ યંગે ઝડપી શરૂઆત આપી અને 7.5 ઓવરમાં 57 રન ઉમેર્યા. આ દરમિયાન, રવિન્દ્રનો કેચ પહેલા મોહમ્મદ શમીએ અને પછી શ્રેયસ ઐયરે છોડ્યો. વરુણ ચક્રવર્તીએ ભારતને પહેલી સફળતા અપાવી. તેણે વિલ યંગ (15) ને LBW આઉટ કર્યો. આ પછી કુલદીપ યાદવે રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કર્યો. રવિન્દ્રએ 29 બોલમાં 37 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી કુલદીપે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પણ આઉટ કર્યો. વિલિયમસન (૧૧) એ રિટર્ન કેચ આપ્યો અને પેવેલિયન પરત ફર્યો. આ સમયે ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 75 રન હતો.


Icon