Home / Sports : Rohit Sharma spotted driving his Lamborghini in Mumbai

VIDEO / મુંબઈના રસ્તા પર લેમ્બોર્ગિની લઈને નીકળ્યો રોહિત શર્મા, નંબર પ્લેટ પર જોવા મળ્યું 'વર્લ્ડ રેકોર્ડ'નું કનેક્શન

VIDEO / મુંબઈના રસ્તા પર લેમ્બોર્ગિની લઈને નીકળ્યો રોહિત શર્મા, નંબર પ્લેટ પર જોવા મળ્યું 'વર્લ્ડ રેકોર્ડ'નું કનેક્શન

રોહિત શર્મા આ દિવસોમાં આરામ કરી રહ્યો છે. હિટમેનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી, જેમાં તેને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 સપ્ટેમ્બરે થશે, જેમાં હજુ એક મહિનાથી વધુ સમય બાકી છે. આ સમયનો આનંદ માણવા માટે, ભારતીય કેપ્ટન તેની લેમ્બોર્ગિનીમાં મુંબઈ રસ્તા પર નીકળ્યો હતો, જેની નંબર પ્લેટ પર વર્લ્ડ રેકોર્ડ સાથેનું કનેક્શન જોવા મળ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા વાદળી રંગની 'લેમ્બોર્ગિની ઉરુસ' ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં કાર કરતાં નંબર પ્લેટે ફેન્સનું વધુ ધ્યાન ખેંચ્યું હતું. કારની નંબર પ્લેટ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

રોહિત શર્માની કારનો નંબર '0264' હતો. આ કોઈ સામાન્ય સંખ્યા નથી, પરંતુ વર્લ્ડ રેકોર્ડ છે. હિટમેને 13 નવેમ્બર, 2014ના રોજ શ્રીલંકા સામે રમાયેલી ODIમાં 264 રન બનાવ્યા હતા, જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી છે. ભારતીય કેપ્ટને પોતાની કારના નંબરમાં આ વર્લ્ડ રેકોર્ડનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો હતો. 

ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે

રોહિત શર્મા તાજેતરમાં જ જાહેર થયેલી ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ ICC ODI રેન્કિંગમાં 765 રેટિંગ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ પહેલા ભારતીય કેપ્ટન રેન્કિંગમાં ત્રીજા સ્થાને હતો. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ODI રેન્કિંગમાં ટોચના સ્થાને છે. રેન્કિંગમાં ભારતનો શુભમન ગિલ ત્રીજા અને વિરાટ કોહલી ચોથા સ્થાને છે.

Related News

Icon