
ઈંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપતા ભારતની બીજી ટેસ્ટ જીતવાની આશા થોડી વધી ગઈ છે. એક સમયે ટીમ ઈન્ડિયાના 587 રન સામે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 387 રન હતો. હેરી બ્રુક (158) અને જેમી સ્મિથ (184*) ની બેટિંગ જોઈને એવું લાગતું હતું કે યજમાન ટીમ ભારતના સ્કોરની ખૂબ નજીક પહોંચી જશે, પરંતુ પછી સિરાજે આવીને પોતાની બોલિંગથી તબાહી મચાવી અને ઈંગ્લેન્ડની ટીમને 407 રનના સ્કોર પર અટકાવી દીધી.
સિરાજના પરફોર્મન્સનથી સૌ કોઈ ખુશ છે
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજને આવું પ્રદર્શન કરતા જોઈને શુભમન ગિલ-ગૌતમ ગંભીર તેમજ સચિન તેંડુલકર ખૂબ જ ખુશ થયા. માસ્ટર બ્લાસ્ટરે સોશિયલ મીડિયા પર સિરાજની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મોહમ્મદ સિરાજની પ્રશંસામાં X પર પોસ્ટ કરતા સચિન તેંડુલકરે લખ્યું, "મેં સિરાજમાં જે સૌથી મોટો ફેરફાર જોયો છે તે બોલને યોગ્ય જગ્યાએ લેન્ડ કરવાની તેની ક્ષમતા, તેની ચોકસાઈ અને સુસંગતતા છે. તેની દ્રઢતાનો બદલો 6 વિકેટોના સ્વરૂપમાં મળ્યો છે. આકાશ દીપે પણ તેને ખૂબ જ સારો ટેકો આપ્યો. શાબાશ!"
https://twitter.com/sachin_rt/status/1941184782295011472
બ્રુક અને સ્મિથની પણ કરી પ્રશંસા
સચિન તેંડુલકરે આ સમયગાળા દરમિયાન બ્રુક અને સ્મિથ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 303 રનની પર્ત્નર્શીપની પણ પ્રશંસા કરી હતી, તેણે આગળ લખ્યું હતું કે, "બ્રુક અને સ્મિથ વચ્ચે ખાસ પાર્ટનરશિપ, જેણે દબાણમાં પણ સુંદર રીતે વળતો હુમલો કર્યો અને ઈંગ્લેન્ડને ભારતના સ્કોરની ખૂબ નજીક લાવ્યું, જેની અપેક્ષા કોઈએ નહતી રાખી."
84 રનમાં 5 વિકેટો પડી ગઈ હતી
મેચ વિશે વાત કરીએ તો, ત્રીજા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે સારી નહતી, તેમની અડધી ટીમ 84 રનના સ્કોર પર પવેલિયન પરત ફરી હતી. ત્યારે બધાને લાગ્યું કે ભારત યજમાન ટીમને ફોલો-ઓન પણ આપી શકે છે. પરંતુ પછી હેરી બ્રુક અને જેમી સ્મિથે એટલી જોરદાર બેટિંગ કરી કે કોઈ ભારતીય બોલર પાસે તેનો જવાબ નહતો. જ્યારે ઈંગ્લેન્ડે 387 રનના સ્કોર પર હેરી બ્રુકના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી, ત્યારે ભારતીય બોલરે રાહતનો શ્વાસ લીધો અને આખી ટીમને 407 રનમાં ઓલઆઉટ કરી દીધી.