રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને દિલ્હી કેપિટલ્સ સામે તોફાની ઇનિંગ રમી હતી. સંજુ સેમસને 46 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તેમ છતાં રાજસ્થાન રોયલ્સને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, IPL 2024માં સંજુ સેમસને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સંજુ સેમસન IPLમાં સૌથી ઓછી મેચોમાં 200 સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ મામલે સંજુ સેમસને મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો છે.

