22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. એક તરફ પાકિસ્તાનની નિંદા થઈ રહી છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) એ એક શરમજનક કામ કર્યું છે. આતંકવાદી હુમલાની નિંદા કરવાને બદલે, આફ્રિદીએ ભારત પાસે પુરાવા માંગ્યા.
વાયરલ થયેલા એક વીડિયોમાં, આફ્રિદી (Shahid Afridi) એ પાકિસ્તાન પર દોષારોપણ કરવા માટે ભારતની બેશરમીથી ટીકા કરી હતી. તેનું કહેવું છે કે આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને કોઈપણ તપાસ વિના ઉતાવળમાં પાકિસ્તાનને દોષા આપવો યોગ્ય નથી. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગયો.
ભારત પાસેથી પુરાવા માંગ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈએ શાહિદ આફ્રિદી (Shahid Afridi) ને પહેલગામ હુમલા અંગે તેનો અભિપ્રાય પૂછ્યો. આવી સ્થિતિમાં, આફ્રિદીએ કહ્યું, "મને ક્રિકેટ અને સ્પોર્ટ્સ ડિપ્લોમસીમાં ઊંડો વિશ્વાસ છે. આ અંગે કોઈ રાજકારણ ન હોવું જોઈએ. જો આપણે પડોશી દેશો હોઈએ તો આપણે એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ આ ઘટના હમણાં જ બની છે અને તમે સીધું પાકિસ્તાનનું નામ લીધું છે. ઓછામાં ઓછું પુરાવા સાથે આવો."
પાછળથી અફસોસરી વ્યક્ત કર્યો
બાદમાં આફ્રિદી (Shahid Afridi) પોતાના નિવેદનનો બચાવ કરતો જોવા મળ્યો. તેણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ધર્મ કોઈપણ હોય આતંકવાદીઓને કોઈ સપોર્ટ નથી કરતું. આ ઘટના છતાં, તેનું માનવું છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવો જોઈએ કારણ કે લડવાનું કોઈ કારણ નથી.
ભારતે કડક કાર્યવાહી કરી
ટમને જણાવી દઈએ કે ભારતે સિંધુ જળ સંધિ રદ કરીને કડક કાર્યવાહી કરી છે. તેમજ અટારી બોર્ડર બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઉપરાંત, પાકિસ્તાનના તમામ રાજદ્વારીઓ અને નાગરિકોને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે, BCCI ICC ઈવેન્ટમાં પાકિસ્તાન સાથે ન રમવાનું પણ વિચારી રહ્યું છે.