
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એજબેસ્ટનમાં રમાઇ રહી છે. શુભમન ગિલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. ગિલ ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.
ગિલે રચ્યો ઇતિહાસ
ગિલ 150ના આંકડા સાથે જ ઇંગ્લેન્ડની ધરતી પર સ્કોર બનાવનાર બીજો ભારતીય કેપ્ટન બની ગયો હતો. ગિલ પહેલા આ સિદ્ધિ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીને વર્ષ 1990માં મેળવી હતી.
ભારતનો સ્કોર 450 રનની પાર
ભારતનો સ્કોર 450 રનની પાર થઇ ગયો છે. શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 89 રન જ્યારે યશસ્વી જયસ્વાલે 87 રન બનાવ્યા હતા. કરુણ નાયર 31 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી થઇ હતી.
ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટનમાં રચ્યો ઇતિહાસ
ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતે સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. એજબેસ્ટન પર આ પહેલા ટીમ ઇન્ડિયાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 416 રન હતો.
ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
સુનીલ ગાવસ્કર- 221, ઓવલ, 1979
રાહુલ દ્રવિડ-217, ઓવલ 2022
શુભમન ગિલ-200, બર્મિગહામ, 2025