
સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. શુભમન ગિલે રોહિત શર્માનું સ્થાન લીધું છે, જેમણે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 24 મે (શનિવાર)ના રોજ મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમ અને નવા કેપ્ટનની જાહેરાત કરી. જ્યાં શુભમન ગિલ કેપ્ટન બન્યો છે, ત્યાં બીજી તરફ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
https://twitter.com/BCCI/status/1926515346866933960
ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનું પહેલું રિએક્શન
હવે ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનું પહેલું રિએક્શન સામે આવ્યું છે. ગિલે કહ્યું કે, 'મને જે જવાબદારી મળી છે તે ખૂબ જ 'મોટી જવાબદારી' છે.' BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ગિલે કહ્યું કે, 'જ્યારે કોઈ બાળક ક્રિકેટ રમવાનું શરૂ કરે છે, ત્યારે તેનું સ્વપ્ન ભારત માટે રમવાનું હોય છે. માત્ર ભારત માટે જ નહીં, પણ ટેસ્ટ ક્રિકેટ રમવું અને લાંબા સમય સુધી રમવાનું સપનું હોય છે. આ તક મળવી એ ખૂબ જ સન્માનની વાત છે અને જેમ તમે કહ્યું તેમ, આ એક મોટી જવાબદારી છે.'
ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વૉશિંગટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.