T20 વર્લ્ડ કપ 2024 ની 21મી મેચ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં સાઉથ આફ્રિકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીતાડી હતી.

