
દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રીટ્ઝકે 148 બોલનો સામનો કરીને 150 રન કરીને આઉટ થઇ ગયો હતો. જેમાં તેણે 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા દુનિયાઓ કોઈ પણ બેટર આવું કારનામું કરી શક્યો નથી. તેણે લગભગ 47 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
https://twitter.com/mufaddal_vohra/status/1888870884753965090
વનડે ડેબ્યૂ મેચમાં રમી વિસ્ફોટક ઇનિંગ
મેથ્યુ બ્રીટ્ઝકે અગાઉ દ. આફ્રિકા માટે T20I અને ટેસ્ટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. પરંતુ તેણે વનડેમાં હવે ડેબ્યૂ કર્યું હતું. લાહોર ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની વનડે મેચમાં તે કેપ્ટન ટેમ્બા બાવુમાં સાથે ઓપનીંગ કરવા આવ્યો હતો. બાવુમાં 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો અને પછી ટીમની એક પછી એક વિકેટ પાડવા લાગી હતી. પરંતુ મેથ્યુ બ્રીટ્ઝકે સતત ક્રીઝ પર ટકી રહીને તેણે સદી ફટકારી હતી. તેની સાથે જ ડેબ્યૂ મેચમાં તે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટર બની ગયો હતો.
https://twitter.com/ProteasMenCSA/status/1888857357314142342
47 વર્ષ બાદ મેથ્યુ બ્રીટ્ઝકે તોડ્યો રેકોર્ડ
વનડેની ડેબ્યૂ મેચમાં મેથ્યુ બ્રીટ્ઝકે પહેલા દ. આફ્રિકાના ત્રણ બેટરો સદી ફટકારી ચૂક્યા છે. કોલિન ઇન્ગ્રામે વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામેની ડેબ્યૂ મેચમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ટેમ્બા બાવુમાંએ વર્ષ 2016માં આયર્લેન્ડ સામેની ડેબ્યૂ મેચમાં 113 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજું નામ રીઝા હેન્ડ્રીક્સનું છે. તેણે વર્ષ 2018માં શ્રીલંકા સામેની ડેબ્યૂ મેચમાં 102 રનની ઇનિંગ રમી હતી. પરંતુ હવે મેથ્યુ બ્રીટ્ઝકે આ બધાથી ખૂબ આગળ નીકળી ગયો છે. કારણ કે તેણે પોતાની પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને બધાને પાછળ છોડી દીધા છે. વેસ્ટ ઇન્ડીઝના સૌથી આક્રમક બેટરોમાંનો એક ડેસમંડ હેન્સે સન 1978માં એટલે કે લગભગ 47 વર્ષ પહેલા પોતાની વનડે ડેબ્યૂ મેચમાં 148ની શાનદાર ઇનિંગ રમી હતી.