
ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે સૌને ચોંકાવી દીધા છે. તેમણે પારુપલ્લી કશ્યપ સાથે ડિવોર્સની જાહેરાત કરી છે. સાઇના અને ભારતના ભૂતપૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 મમાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
અમે શાંતિ પસંદ કરી રહ્યા છીએ: સાઇના
35 વર્ષીય અનુભવી ભારતીય સ્ટાર ખેલાડી સાઇનાએ રવિવાર 13 જુલાઈના રોજ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી. આ સમાચારથી ફેન્સને પણ ઝટકો લાગ્યો છે.સાઇનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ખૂબ વિચાર કર્યા પછી પારુપલ્લી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંને પોતાના અને એકબીજા માટે શાંતિ, પ્રગતિ અને રાહત પસંદ કરી રહ્યા છીએ.'
જોકે તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી
જોકે તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સાઇનાએ કશ્યપ સાથે વિતાવેલા ક્ષણો માટે ખુશી વ્યક્ત કરી. સાઇનાએ લખ્યું કે, 'હું હંમેશા આ યાદો માટે આભારી છું અને આગળ વધવા માટે શુભેચ્છા પાઠવું છું. આવા સમયે અમારી ગોપનીયતાને સમજવા અને માન આપવા બદલ આભાર
સાઇનાએ ભારતમાં બેડમિન્ટનને પુનર્જીવિત કર્યું
સાઈના નેહવાલે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2015 માં વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો હતો. તે વિશ્વની નંબર વન શટલર બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી હતી. સાઈના રમતગમતમાં ભારત માટે વિશ્વ આઇકોન રહી છે. પારુપલ્લી કશ્યપે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારા પ્રદર્શન સાથે પોતાની ઓળખ બનાવી હતી.
કશ્યપે ભારતીય બેડમિન્ટનની ખોવાયેલી ઓળખ પાછી લાવી
પારુપલ્લી કશ્યપ 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવ્યા હતા. તે 2012 લંડન ઓલિમ્પિકમાં નીલુકા કરુણારત્નેને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો અને આવું કરનાર ભારતનો પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો હતો. તેણે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે 32 વર્ષમાં આવું કરનાર પ્રથમ પુરુષ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતો. સાઈના અને પારુપલ્લી 1997 માં એક કેમ્પ દરમિયાન મળ્યા હતા.