સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024ની ફાઈનલ માટે જગ્યા બનાવી લીધી હતી, પરંતુ આ ટીમ ટાઈટલ જીતી શકી નહોતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ ટીમને ટાઈટલ મેચમાં હરાવી હતી. મહત્ત્વની વાત એ છે કે, હૈદરાબાદે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ સાથે સિઝનમાં ટીમમાંથી નીતિશ રેડ્ડી એક ઉભરતા સ્ટાર તરીકે બહાર આવ્યો હતો. નીતિશ તેના પરફોર્મન્સના કારણે ચર્ચામાં આવ્યા હતો, પરંતુ હવે તે મહેન્દ્ર સિંહ ધોની પર સવાલ ઉઠાવવાના કારણે ચર્ચામાં છે.

