
ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગઈ છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે છે. જે ઓગસ્ટમાં પૂરી થશે. આ સિરીઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જવાની હતી, જ્યાં તે ત્રણ ODI અને ત્રણ T20 મેચની સિરીઝ રમવાની હતી, પરંતુ હવે આ પ્રવાસ રિશેડ્યૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને કારણે આ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે.
ભારતીય ટીમ સપ્ટેમ્બર 2026માં બાંગ્લાદેશ જશે
BCCI એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને BCCI બંનેએ ચર્ચા બાદ આ પ્રવાસ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. હવે આ પ્રવાસ ઓગસ્ટ 2025ને બદલે સપ્ટેમ્બર 2026માં થશે અને સિરીઝની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
https://twitter.com/BCCI/status/1941467096715866300
રોહિત-વિરાટને રમતા જોવાની રાહ વધી ગઈ
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે આ બંને બેટ્સમેન ફક્ત ODI ફોર્મેટમાં જ રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં, બધાને અપેક્ષા હતી કે આ બંને બેટ્સમેન બાંગ્લાદેશ સામેની ODI સિરીઝમાં રમતા જોવા મળશે. પરંતુ પ્રવાસ રિશેડ્યૂલ કરવામાં આવતા, રોહિત-વિરાટને રમતા જોવા માટે ફેન્સે વધુ રાહ જોવી પડશે.
ભારતનો ODI અને T20Iમાં બાંગ્લાદેશ સામે રેકોર્ડ સારો છે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 42 ODI મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 33 જીતી છે, જ્યારે બાંગ્લાદેશ ફક્ત 8 મેચ જીતી છે. એક મેચનું કોઈ પરિણામ નથી આવ્યું. આવી સ્થિતિમાં, ODIમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો હાથ ઉપર છે.
બીજી તરફ, T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે બાંગ્લાદેશની સ્થિતિ વધુ ખરાબ છે. બંને ટીમો વચ્ચે કુલ 17 T20I મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 16 જીતી છે અને બાંગ્લાદેશની ટીમ ફક્ત એક જ મેચ જીતવામાં સફળ રહી છે.