
રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. આ સ્ટોરીએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી કરી દીધા હતા. કારણ કે રોહિત શર્મા(Rohit Sharma) એ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સપોર્ટ બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ."
રોહિત શર્મા (Rohit Sharma) ની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિથી ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જૂનમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા રોહિતે નિવૃત્તિ કેમ લીધી તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ચાલો તે ત્રણ કારણો વિશે જાણીએ જેના લીધે રોહિતે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હશે.
ગૌતમ ગંભીર સાથે વિવાદ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં વિવાદના અહેવાલો સામે આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. સિડની ટેસ્ટ દરમિયાન રોહિતને પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખવાથી વિવાદ વધ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રોહિત (Rohit Sharma) નું ફોર્મ ખૂબ જ ખરાબ હતું અને તેની ટીકા થઈ હતી. તે પહેલા ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ 0-3થી હારી ગયું હતું. આ કારણે રોહિતની ઘણી ટીકા થઈ હતી.
વધતી ઉંમર અને 2027 વર્લ્ડ કપ પર નજર
રોહિત શર્મા 38 વર્ષનો થઈ ગયો છે. જો તે 2027નો ODI વર્લ્ડ કપ રમવા માંગે છે, તો તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રોહિતની અચાનક નિવૃત્તિથી એવું લાગે છે કે તે પોતાનો કાર્યભાર ઓછો કરવા માંગે છે. તે 2027 સુધીમાં 40 વર્ષનો થઈ જશે, તેથી તે પોતાને ફિટ રાખવા માંગશે.
નબળું પ્રદર્શન
ગયા વર્ષે રોહિત શર્માનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તે પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. 2024-25 સિઝન દરમિયાન રોહિત મુશ્કેલ સમયમાંથી પસાર થયો. તેણે 15 મેચમાં 10.93ની એવરેજથી 164 રન બનાવ્યા હતા. જો આપણે કેપ્ટનશિપની વાત કરીએ તો, તેમણે કુલ 24 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 12 મેચ જીતી, 9 મેચ હારી અને ત્રણ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.