Home / Sports : This is the salary Kohli gets from BCCI

BCCI તરફથી કોહલીને મળે છે આટલી સેલેરી, ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા કમાણી ઘટશે? 

BCCI તરફથી કોહલીને મળે છે આટલી સેલેરી, ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા કમાણી ઘટશે? 

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર રન મશીન વિરાટ કોહલી માત્ર મેદાન ઉપર જ નહીં પરંતુ કમાણીમાં પણ ટોચ પર છે. પરંતુ વિરાટે ટી20 બાદ હવે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં જ લોકોના મનમાં સવાલો થવા લાગ્યા કે વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે તો શું  BCCI તરફથી મળતા તેના પગાર પર કોઈ અસર પડશે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટને BCCI દ્વારા દર વર્ષે 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત તેને 1 ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયાની મેચ ફી પણ મળે છે. BCCI દર વર્ષે તેના કેન્દ્રીય કરાર હેઠળ ખેલાડીઓને ચાર કેટેગરીમાં પગાર ચૂકવે છે.
 
A+ ગ્રેડ (વાર્ષિક રૂ. 7 કરોડ)
એ ગ્રેડ (વાર્ષિક રૂ. ૫ કરોડ)
બી ગ્રેડ (વાર્ષિક રૂ. ૩ કરોડ)
સી ગ્રેડ (વાર્ષિક રૂ. ૧ કરોડ)

વિરાટ કોહલી હાલમાં BCCI ની A+ ગ્રેડ યાદીમાં સામેલ હોવાથી તેને દર વર્ષે 7 કરોડ રૂપિયાનો ફિક્સ પગાર મળે છે. આ ઉપરાંત મેચ રમવા માટે અલગથી મેચ ફી પણ મળે છે. 
 
ટેસ્ટ મેચ માટે - ૧૫ લાખ રૂપિયા
વનડે મેચ માટે - 6 લાખ રૂપિયા
ટી20 મેચ માટે - 3 લાખ રૂપિયા

ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈશ તો શું થશે?

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ જાહેર કરી છે. એટલે તે મેચ રમશે નહીં એટલે તેની મેચ ફી ઉપર અસર પડશે. પરંતુ જ્યાં સુધી તે BCCI ની A+ શ્રેણીમાં રહેશે ત્યાં સુધી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થકી મળતી રકમમાં કોઈ અસર પડશે નહીં. BCCI દર વર્ષે ખેલાડીઓના પ્રદર્શન અને ફોર્મના આધારે કરારની સમીક્ષા કરે છે. જો વિરાટ ફક્ત એક જ ફોર્મેટમાં રમી રહ્યો છે તો ભવિષ્યમાં તેને A+ થી અન્ય ગ્રેડમાં ડિમોટ કરવામાં આવી શકે છે, જેના કારણે તેનો વાર્ષિક પગાર 7 કરોડમાં ઘટાડો થઈ શકે છે. તેનો જે કેટેગરીમાં સમાવેશ થાય તે મુજબ તેને પગાર મળશે.  

બ્રાન્ડ વેલ્યુ પર પણ અસર?

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાથી હાલમાં તેની બ્રાન્ડ વેલ્યુ પર કોઈ ખાસ અસર પડશે નહીં, કારણ કે વિરાટ કોહલી હજુ પણ સોશિયલ મીડિયા અને જાહેરાતની દુનિયામાં સૌથી મોટું નામ છે. આઈપીએલમાં પણ કોહલીનો ગ્રાફ ઉંચો હોઈ તેની લોકપ્રિયતાનો ગ્રાફ જળવાઈ રહ્યો છે. 

Related News

Icon