
અમદાવાદ સ્થિત ભારતીય બિઝનેસ કંપની 'ટોરેન્ટ ગ્રુપ' IPL ટીમ ગુજરાત ટાઇટન્સનો એક મોટો ભાગ ખરીદવા જઇ રહી છે. મળતી માહિતી અનુસાર ટોરેન્ટ ગ્રુપ GT માલિકીના ગ્રુપ CVC કેપિટલ પાટર્નસ પાસેથી 67% ભાગ ખરીદશે. CVC કેપિટલ પાર્ટનર્સે 2021માં આ ટીમને ખરીદી હતી.
જોકે, હજુ સુધી આ ડીલની માહિતી મળી શકી નથી પરંતુ સમજવામાં આવી રહ્યું છે કે IPL આ ડીલના પેપરવર્ક તૈયાર કરી રહ્યું છે. ડિલ વિશે અંતિમ મંજૂરી લીગની ગવર્નિંગ કાઉન્સિલ આપશે. તે બાદ GTનો નવો માલિકી જૂથ આ સિઝનમાં બાગડોર સંભાળી શકે છે.
CVC ગ્રુપે ગુજરાત ટાઇટન્સને 5,625 કરોડમાં ખરીદી હતી
ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ કંપની CVCએ GTને રૂ. 5,625 કરોડમાં ખરીદ્યું હતું. આ ટીમે 2022માં તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું.2023માં રનર્સ-અપ રહી હતી અને 2024ની સિઝનમાં આઠમા ક્રમે રહી હતી.
જ્યારે 2021માં બે નવી IPL ટીમો માટે બોલી લગાવવામાં આવી રહી હતી ત્યારે ટોરેન્ટ ગ્રુપની પેટાકંપની, ટોરેન્ટ સ્પોર્ટ્સ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, તે નવ કંપનીઓમાં સામેલ હતી. ટોરેન્ટ ગ્રુપે અમદાવાદ માટે 4653 કરોડ અને લખનૌ સુપરજાયન્ટ્સ માટે 4356 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સિવાય ટોરેન્ટે WPLમાં પણ ટીમ ખરીદવા માટે બોલી લગાવી હતી પરંતુ નિષ્ફળ રહ્યાં હતા. 2018માં જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)ના કેટલાક શેર વેચાઇ રહ્યાં હતા ત્યારે પણ ટોરેન્ટ ગ્રુપે પ્રયાસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના પુત્ર જીનલ મહેતા IPLનું કામકાજ જોશે.