Home / Sports : Tribute to the Indian Army at the closing ceremony of IPL 2025

IPL 2025 FINAL / IPL ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સેનાને આપવામાં આવશે ટ્રિબ્યુટ, શંકર મહાદેવન કરશે પરફોર્મ

IPL 2025 FINAL / IPL ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સેનાને આપવામાં આવશે ટ્રિબ્યુટ, શંકર મહાદેવન કરશે પરફોર્મ

IPL 2025ની ફાઈનલ 3 જૂનના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં મેચ પહેલા ટૂર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં રાષ્ટ્ર અને ભારતીય સશસ્ત્ર દળોને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બોલિવૂડનો પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન અને તેના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ આ પ્રસંગે હાજરી આપશે. ઓપરેશન સિંદૂર પછી ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવા માટે ફરીથી નિર્ધારિત ક્લોસિંગ સેરેમનીમાં ત્રણેય કલાકારો દેશભક્તિના ગીતો રજૂ કરશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહેલા ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓની હાજરીમાં એક હાઈ પ્રોફાઈલ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્લોઝિંગ સેરેમનીમાં ફેરફાર થયો છે, કારણ કે ત્રણેય સેનાના વડાઓએ શેડ્યૂલની મર્યાદાઓને કારણે BCCIના આમંત્રણનો ઇનકાર કર્યો હોવાના અહેવાલ છે.

એક અહેવાલ મુજબ, BCCI એ આ અઠવાડિયાની શરૂઆતમાં ઔપચારિક આમંત્રણો મોકલ્યા હતા, જેનો હેતુ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સંરક્ષણ દળોની બહાદુરી અને બલિદાનને ઉજાગર કરવાનો હતો.

IPL 2025ની કલોઝિંગ સેરેમની

BCCI એ શરૂઆતમાં સેનાના ગૌરવનું લાઈવ પરફોર્મન્સ કરવાની યોજના બનાવી હતી, જેમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના અને BSFના સત્તાવાર બેન્ડના લાઈવ પ્રદર્શનનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, શંકર મહાદેવન, જેના દેશભક્તિના ગીતોનીએ લાંબા સમયથી ભારતીય પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે. તેની સાથે સ્ટેજ પર તેના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ જોડાશે, જેમણે ભારતીય સંગીત ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે. તેઓ સાંજના પરફોર્મન્સમાં યુવા ઉર્જા ઉમેરશે તેવી અપેક્ષા છે. આ શ્રદ્ધાંજલિ ઉપરાંત, સ્ટેડિયમનો દેખાવ પણ દેશભક્તિમય હશે, જેમાં ભારતીય ધ્વજ, થીમ આધારિત લાઈટિંગ અને સ્થળને પ્રતીકાત્મક શ્રદ્ધાંજલિઓ દ્વારા શણગારવામાં આવશે.

IPL 2025ની ફાઈનલ

IPL 2025ની ફાઈનલ એક રોમાંચક સ્પર્ધા બની રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ક્વોલિફાયર-1માં PBKS પર જોરદાર જીત મેળવીને ફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું હતું. જ્યારે ગઈકાલે PBKS એ MIને ક્વોલિફાયર-2માં હરાવીને IPL 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી છે.

Related News

Icon