
સંપૂર્ણપણે અર્થહીન બની ગયેલી કાનપુર ટેસ્ટને ટીમ ઈન્ડિયાએ પોતાની વિસ્ફોટક બેટિંગથી મજેદાર બનાવી દીધી છે. મેચમાં તેની પહેલી ઇનિંગ માટે બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 34.4 ઓવરમાં 285/9 રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આ દરમિયાન BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અચાનક ગભરાતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટના ચોથા દિવસનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, શુક્લાજી કંઈક ખાઈ રહ્યા છે, અચાનક કેમેરા જોઈને તેઓ ગભરાઈ જાય છે અને સીધા બેસી જાય છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, રાજીવ શુક્લાએ કંઈક ખાવા માટે હાથ લંબાવ્યો હતો. ખોરાકનો ટુકડો મોંમાં મૂકતા જ તેને ખ્યાલ આવે છે કે, કેમેરા તેની તરફ છે. પછી અચાનક તે એકદમ બરાબર બેસે છે. આ સમય દરમિયાન તે ખોરાકને ખૂબ ધીમેથી ચાવે છે.
https://twitter.com/iamsatypandey/status/1840694287329091814
ચાર દિવસ પૂરા થયા બાદ મેચની સ્થિતિ
કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કર્યા બાદ પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી. ભારતીય ટીમે ચોથા દિવસે 34.4માં 285/9 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી દીધી હતી અને બાંગ્લાદેશને તેમની બીજી ઇનિંગ માટે આમંત્રણ આપ્યું આવ્યું હતું. ભારતીય ટીમની ધમાકેદાર બેટિંગે લગભગ અર્થહીન બની ગયેલી મેચમાં પ્રાણ પૂર્યા છે. ચોથા દિવસના અંત સુધીમાં બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં બેટિંગ કરતા 26/2 રન બનાવ્યા હતા. જોકે, બાંગ્લાદેશ હજુ 26 રન પાછળ છે. દિવસના અંતે શાદમાન ઈસ્લામ મોમિનુલ હક અણનમ રહ્યો હતો.