Home / Sports : Virat Kohli's 5 best innings in test cricket

ટેસ્ટ ક્રિકેટના 'વિરાટ' યુગનો અંત, 254થી 54 રન સુધી...જુઓ કોહલીની 5 સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ ઈનિંગ્સ

ટેસ્ટ ક્રિકેટના 'વિરાટ' યુગનો અંત, 254થી 54 રન સુધી...જુઓ કોહલીની 5 સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ ઈનિંગ્સ

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના થોડા દિવસો પછી, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. કોહલીએ સોમવારે તેની 14 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીનો અંત લાવ્યો હતો. જૂન 2011માં ડેબ્યુ કરનાર વિરાટે ઇન્સ્ટાગ્રામ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટની નિવૃત્તિ ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. તેણે પોતાની કારકિર્દીમાં 123 ટેસ્ટ મેચ રમી હતી જેમાં 9230 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કિંગ કોહલીએ 30 સદી અને 31 અડધી સદી ફટકારી હતી. વિરાટે ટેસ્ટમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે, પરંતુ તેની કેટલીક ઈનિંગ્સ ઘણી ખાસ છે. ચાલો જાણીએ તેની શ્રેષ્ઠ 5 ટેસ્ટ ઈનિંગ્સ વિશે.

સાઉથ આફ્રિકા સામે 254 રન

વિરાટ કોહલીના ટેસ્ટ કારકિર્દીનો હાઈએસ્ટ સ્કોર 2019માં સાઉથ આફ્રિકા સામે આવ્યો હતો. આ તેની સાતમી બેવડી સદી હતી, આ ઈનિંગ દરમિયાન તેણે ટેસ્ટમાં 7,000 રનનો આંકડો પણ પાર કર્યો હતો. તેની ઈનિંગે ભારતના 137 રનના શાનદાર વિજયનો પાયો નાખ્યો.

ઓસ્ટ્રેલિયા સામે 141 રન

ઓસ્ટ્રેલિયા સામે 364 રન ચેઝ કરતી વખતે વિરાટ કોહલીએ આક્રમક વલણ અપનાવ્યું. જોકે, ભારત આ મેચમાં 48 રનથી પાછળ રહી ગયું. વિરાટ કોહલીનો ઈરાદો અલગ હતો. તેણે પહેલી ઈનિંગમાં પણ 115 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 141 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકા સામે 153 રન

જાન્યુઆરી 2018માં, સાઉથ આફ્રિકા સામે, કોહલી 10મી ઓવરમાં મેદાન પર આવ્યો અને આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો. તેણે સાઉથ આફ્રિકાના 335 રનના જવાબમાં ભારતના સ્કોરને 307 રન સુધી પહોંચાડ્યો. કોહલીએ 217 બોલમાં 153 રનની ઈનિંગ રમી. કોહલીના પ્રયાસો છતાં, ભારત મેચ હારી ગયું હતું.

ઈંગ્લેન્ડ સામે 149 રન

ઈંગ્લેન્ડમાં વાપસી વખતે વિરાટ કોહલીએ પોતાની પહેલી ઈનિંગમાં 149 રન બનાવ્યા હતા. તે એજબેસ્ટનમાં ટેસ્ટ સદી ફટકારનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બન્યો. તેની શાનદાર ઈનિંગ છતાં, ભારત 31 રનથી મેચ હારી ગયું હતું.

સાઉથ આફ્રિકા સામે 54 રન

વિરાટ કોહલીની સૌથી ઓછી પ્રશંસા પામેલી ટેસ્ટ ઈનિંગ્સમાંથી એક 2018માં જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જ્યાં પીચ એટલી મુશ્કેલ હતી કે યજમાન ટીમ પણ મેચ રદ્દ કરવા માંગતી હતી. પરંતુ વિરાટે પડકારજનક પરિસ્થિતિઓમાં સંઘર્ષ કર્યો, તેણે પ્રથમ ઈનિંગમાં 106 બોલમાં 54 અને બીજા ઈનિંગમાં 79 બોલમાં 41 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 63 રનથી જીતી લીધી હતી.

Related News

Icon