
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 23 ફેબ્રુઆરી રવિવારના રોજ આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતનો સામનો પાકિસ્તાન સાથે થયો. આ મેચ દરમિયાન કાંઈક એવું થયુ જેની હાલમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફેન્ડ જેસ્મિન વાલિયા. કે જે મેચ જોવા માટટે સ્ટેડિયમમાં પહોંચી હતી. હાલમાં તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ફ્લાઈંગ કીસ કરી રહી છે. હવે એકવાર ફરી હાર્દિક અને જેસ્મિનની ડેટિંગની અફવા ઉડી રહી છે.
વાલિયાએ અંગ્રેજી સિવાય પંજાબી અને હિન્દી ભાષામાં પણ ગીતો રેકોર્ડ કર્યા છે
જેસ્મિન વાલિયાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે. તે બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. તેણે 7-8 વર્ષની ઉંમરમાં જ ગાવાનું શરુ કર્યું છે. પછી વર્ષ 2014માં યુટ્યૂબ પર પોતાની ચેનલ બનાવી અને સિંગલ ગીતો અપલોડ કર્યા. તેને ઈંગ્લિશ સિવાય પંજાબી અને હિન્દી ભાષામાં પણ ગીતો રેકોર્ડ કર્યા છે. તેનું બમ ડિગી ખૂબ જ ફેમસ છે, જે તેણે જૈક નાઈટ સાથે ગાયુ હતું. આ બોલિવૂડમાં તેનું પહેલું ગીત હતું, જે 2018માં 'સોનું કે ટીટૂ કી સ્વીટી' ફિલ્મમાં કાર્તિક આર્યન પર ફિલ્મ આવી હતી.
https://twitter.com/Clutchxgod33/status/1893606153612861621
જેસ્મિનના ફોટોમાં હાર્દિક જોવા મળ્યો હોવાનો દાવો
જસ્મિન અને હાર્દિક પંડ્યાના લિંક-અપની અફવા ત્યારે ઉડી હતી, જ્યારે ઓગસ્ટ-2024મા તેની સાથે ગ્રીસમાં વેકેશન મનાવવા ગયાની અફવા ઉડી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જસ્મિનના ફોટોમાં હાર્દિક જોવા મળી રહ્યો છે. બંનેએ પોત- પોતાના ઈન્ટાગ્રામ પર સેમ લોકેશનની ફોટો શેર કરી હતી. જસ્મિને હાર્દિકના કેટલાક ફોટોને લાઈક કર્યા છે. બંને ઈન્ટાગ્રામ પર એક બીજાને ફોલો પણ કરે છે.