
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે સદી ફટકારી હતી. આ બંને ખેલાડીઓએ ઈંગ્લેન્ડના બોલરોને થકાવી દીધા અને મેદાન પર રનનો વરસાદ કર્યો હતો. બાદમાં, ટીમના વાઈસ-કેપ્ટન રિષભ પંતે પણ પોતાનો જલવો દેખાડ્યો. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવી શકી હતી.
જયસ્વાલે પોતાની ખાસ આદત જણાવી
મેચ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યશસ્વી જયસ્વાલ કેપ્ટન શુભમન ગિલને કહેતો જોવા મળે છે કે, તેની આદત છે આગળ આવવાની, ગિલે રન માટે કોલ કરતો રહેવો જોઈએ. આ માટે ગિલ કહે છે કે, "બસ ભાગતો નહીં." પછી જયસ્વાલ કહે છે કે, "જોરથી નો બોલજો, તે કામ કરશે. પરંતુ મારી આદત છે આગળ આવાની." આ પછી તે એક સ્ટ્રોક મારે છે અને તરત જ રન લેવા દોડે છે. ગિલ રન લેવાની ણા પાડે છે. તો તે ગિલને કહે છે, "અરે આવી જાઓ ભાઈ યાર, ઘણા દૂર છે હજુ." હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/StarSportsIndia/status/1936079206288339318
ગિલ અને જયસ્વાલે સદી ફટકારી
મેચના પહેલા દિવસે ટોસ હારવા સિવાય, બધું જ ભારતીય ટીમના પક્ષમાં ગયું. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં, યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 91 રનની પાર્ટનરશિપ કરી અને જયસ્વાલે 101 રન બનાવ્યા હતા.