Home / Entertainment : These web series and films will release on OTT in this week

'Panchayat 4' થી લઈને 'Squid Game 3' સુધી, આ અઠવાડિયે OTT પર મળશે મનોરંજનનો ભરપૂર ડોઝ

'Panchayat 4' થી લઈને 'Squid Game 3' સુધી, આ અઠવાડિયે OTT પર મળશે મનોરંજનનો ભરપૂર ડોઝ

આ અઠવાડિયું મનોરંજન પ્રેમીઓ માટે ખૂબ જ રોમાંચક બનવાનું છે, કારણ કે ઘણી મચઅવેઈટેડ વેબ સિરીઝ અને ફિલ્મો OTT પર દસ્તક આપવા જઈ રહી છે. દર્શકોના મનપસંદ શો તેમની નવી સિઝન સાથે પાછા ફરી રહ્યા છે, જેમાં TVFની 'પંચાયત 4' (Panchayat 4) અને વિશ્વભરમાં લોકપ્રિય કોરિયન ડ્રામા 'સ્ક્વિડ ગેમ 3' (Squid Game 3) નો સમાવેશ થાય છે. જોકે, નવી રિલીઝની આ યાદી અહીં સમાપ્ત નથી થતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, જીઓહોટસ્ટાર જેવા મુખ્ય OTT પ્લેટફોર્મ આ અઠવાડિયે દર્શકો માટે એકથી એક સારા કન્ટેન્ટ લાવી રહ્યા છે. ભલે તમે ડ્રામા, થ્રિલર કે હળવી કોમેડીના ફેન્સ હોવ, તમને આ અઠવાડિયે દરેક પ્રકારના કન્ટેન્ટ માણવા મળશે, તો ચાલો તે વેબ સિરીઝ અને ફિલ્મો પર એક નજર કરીએ, જે આ અઠવાડિયે તમારી વોચલિસ્ટમાં ઉમેરવા યોગ્ય છે.

'પંચાયત 4'

આખરે દર્શકોની રાહનો અંત આવવાનો છે. આ અઠવાડિયે લોકપ્રિય સિરીઝ 'પંચાયત' (Panchayat) ની ચોથી સિઝન રિલીઝ થઈ રહી છે, જેની બધા રાહ જોઈ રહ્યા હતા. આ સિરીઝ 24 જૂને પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ થશે. સિરીઝમાં વિકાસનું પાત્ર ભજવતા અભિનેતા ચંદન રોયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સિરીઝ 23 જૂનની રાત સુધીમાં રિલીઝ થશે. આ વખતે સિરીઝમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે.

'મિસ્ટ્રી'

આ સિરીઝ 27 જૂને જીઓહોટસ્ટાર પર રિલીઝ થશે. રામ કપૂર અને મોના સિંહ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નામ સૂચવે છે તેમ, આ એક સસ્પેન્સ થ્રિલર સિરીઝ છે. તેમાં કોમેડીનો ડોઝ પણ હશે. આ સિરીઝમાં શિખા તલસાનિયા અને ક્ષિતિજ દાતે પણ છે.

'સ્ક્વિડ ગેમ 3'

લોકપ્રિય કોરીયન સિરીઝ 'સ્ક્વિડ ગેમ' (Squid Game) ની આગામી સિઝન પણ આ અઠવાડિયે આવવાની છે. આ તેની છેલ્લી સિઝન હોવાનું કહેવાય છે. 'સ્ક્વિડ ગેમ'  (Squid Game) ની ત્રીજી સિઝન 27 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

'રેડ 2'

અજય દેવગન અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ 'રેડ 2' મે મહિનામાં થિયેટરમાં રિલીઝ થઈ હતી. તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે આ ફિલ્મ OTT પર દસ્તક આપવા જઈ રહી છે. જો કોઈ કારણોસર તમે તેને થિયેટરમાં નથી જોઈ શક્ય અથવા થિયેટરમાં જોયા પછી ફરીથી તેનો આનંદ માણવા માંગતા હોવ, તો આ ફિલ્મ 27 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

અન્ય OTT રિલીઝ 

'કાઉન્ટ ડાઉન' 25 જૂને પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. જો તમે સુપરહીરો ફિલ્મો અને સિરીઝના શોખીન છો, તો 'આયર્ન હાર્ટ' 25 જૂને જીઓહોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

Related News

Icon