
જમ્મુ કાશ્મીર: કાશ્મીર ઘાટીમાં સ્થિત દાલ તળાવમાં એક મોટી દુર્ઘટના બની. પ્રવાસીઓને લઈ જતી એક શિકારા ભારે પવનને કારણે પલટી ગઈ. ઘણા પ્રવાસીઓ તળાવમાં પડી ગયા. ઘટના સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તળાવમાં કેટલાક લોકો મદદ માટે બૂમો પાડતા જોવા મળે છે.
https://twitter.com/KashmirForecast/status/1918279524543869057
વીડિયોમાં શું દેખાય છે?
દાલ લેકમાં થયેલા અકસ્માત બાદ 17 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તળાવ પાસે રેલિંગ પાસે ઘણા લોકો ઉભા જોવા મળે છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. બીજી બાજુ તળાવમાં એક શિકારા બોટ પલટી ગયેલ દેખાય છે. ઉપરાંત, પાણીમાં અડધો ડઝન લોકો દેખાય છે. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે.