
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની શાનદાર જીતની ઉજવણી એક દુખદ દૂર્ઘટનામાં બદલાઇ હતી. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટરી પરેડ પહેલા ભાગદોડ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે મંગળવારે પંજાબ કિગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડમાં 11 લોકોના મોત
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ફેન્સ હાજર રહ્યાં હતા. આ દરમિયાન ભાગદોડની સ્થિતિ ઉભી થતા 11 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનામાં મૃતકઆંક વધે તેવી શક્યતા છે.
https://twitter.com/AHindinews/status/1930285481956123034
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભવ્ય આયોજન
કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા RCBના ખેલાડીઓ માટે ખાસ સમ્માન સમારંભનું આયોજન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. વિધાનસભા બાદ RCBની ટીમ સ્ટેડિયમ માટે રવાના થશે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો પર ચઢ્યા ફેન્સ
RCBના ફેન્સ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો પર ચઢી ગયા છે. પોલીસ સતત તેમને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી રહી છે. ભારે સંખ્યામાં ફેન્સ કોહલીની ઝલક મેળવવા માટે પહોંચ્યા છે.
https://twitter.com/ANI/status/1930223184436924808