
Gandhinagar news: માર્ચ-2025માં ધોરણ 10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ યોજાઈ ગઈ. પરિણામ પણ જાહેર થઈ ગયું હતું. જો કે, આ પરિણામમાં કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ થાય તો તેને બોર્ડ તરફથી પૂરક પરીક્ષા આપીને આગલા વર્ષમાં બેસવાની વ્યવસ્થા કરી આપે છે. ટૂંકમાં વિદ્યાર્થીનું એક વર્ષ બચી જતું હોય છે. આ વર્ષે પણ માર્ચમાં લેવાયેલી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આવતીકાલથી 3 જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે ધો.10 અને ધો.12ની બોર્ડની પૂરક પરીક્ષા લેવાની તૈયારીઓ શરું કરી દીધી છે. આવતીકાલથી એટલે કે, 23મી જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં 51 જેટલી બિલ્ડિંગોમાં બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. પૂરક પરીક્ષા આપવા માટે કુલ 18000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
ધોરણ 10ના 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12માં 7727 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહમાં 2689 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યના 8500 વિધાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ધોરણ 10 અને ધોરણ 12ના વિધાર્થીઓ પોતાના વિષયો સાથેની પરીક્ષા આપશે.ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થી ઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.