CID ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. EOWના PSI સિસોદિયાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI પાસે આર્થિક ગુના નિવારણ વિભાગની ઘણી બધી તપાસો છેલ્લા ઘણાં સમયથી પેન્ડિંગ હતી. CID ક્રાઈમના EOW વિભાગની કાર્ય પદ્ધતિ સુધારવા માટે SMC હાલ તપાસ કરી રહી છે. SMC ના DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના આપવામાં આવી છે.

